________________
સાઈઠમું ] આ વિજયદેવસૂરિ
[૩૨૭ લીધી. તેના લેણદારને રૂા. ૬૦૦૦૦ સાઈઠ હજાર ગણું આપ્યા. થોડા દિવસ પછી શિવાને વેપારમાં ધન આવતું ગયું. ત્યારે તે શેઠ સમજીને અમદાવાદ રૂા. ૬૦૦૦૦ સાઈઠ હજાર આપવા આવ્યો.
શેઠ સમજીએ તેને સાધર્મિક સમજ આપત્તિમાં આપેલી એ રકમને તેના ખાતે ઉધારી નહોતી, પણ સાધાર્મિકની મદદ ખાતે લખી હતી. આથી તે રકમ પાછી લેવા શેઠ સામજીએ ના પાડી.
શિવાએ રકમ આપવા હઠ પકડી. પંચે ન્યાય કર્યો કે, “આ રકમનું બનેના નામથી મેટું જિનાલય બનાવવું.
એવું કહેવાય છે કે, પછી શત્રુ તીર્થ ઉપર નવમી ટૂક શેઠ શિવા સમજીની બની. કેઈ કહે છે કે, અમદાવાદમાં ભ૦ શાંતિનાથનું મંદિર બન્યું ત્યારથી બંને ભાઈઓ-મિત્રો બન્યા અને સાથે સાથે જ ધર્મકાર્યો કરતા રહ્યા. તેમણે કરેલાં ધર્મકાર્યોની નેધ આ પ્રકારે જાણવા મળે છે–
૧. સંઘવી જોગીદાસ અને સંવ સમજીએ સં. ૧૬૪૪માં ભટ્ટા. વિજયચંદ્રસૂરિની અધ્યક્ષતામાં શત્રુંજય તીર્થને છરી પાળતો સંઘ કાઢ્યો. તેમાં રૂા. ૩૬૦૦૦ છત્રીસ હજાર ખરચ્યા.
૨. સં. ૧૯૫૭માં અમદાવાદમાં ભટ્ટા. વિજયચંદ્રસૂરિના હાથે ભ૦ આદીશ્વર જિનપ્રાસાદની પ્રતિષ્ઠા કરાવી.
૩. તેમણે જુદા જુદા તીર્થોના યાત્રાસંઘે કાઢયા, નવાં જિનાલયો બંધાવ્યાં, જીર્ણોદ્ધાર કરાવ્યા, પ્રતિષ્ઠા કરાવી, મુનિવરોને પદવીએ અપાવી ઉત્સવ કર્યા, સાધર્મિકવાત્સલ્ય કર્યા, લહાણીએ વહેચી ગ્રંથોની પ્રતિએ લખાવી.
૪. અમદાવાદમાં ધના સુતારની પળમાં શિવા શોમ જીની પળમાં ભગઆદિનાથનું જિનાલય ભવ જિનચંદ્રસૂરિની ચરણપાદુકા.
૫. અમદાવાદના ઝવેરીવાડના ચૌમુખજીની પિળમાં ભ૦ શાંતિનાથનું ચૌમુખજીનું મંદિર (જેનો જીર્ણોદ્ધાર શ્રી. મોહનલાલ મગનલાલ ઝવેરીએ સં. ૧૯૨૦માં કરાવ્યા.)
૬. અમદાવાની હાજા પટેલની પોળમાં ભ. શાંતિનાથનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org