________________
૩૧૮]
જૈન પરંપરાનો ઈતિહાસ
[પ્રકરણ ૨૬ જયમલજી મુહણાત તે જેસાજી મુહણાત અને જયવંતા
માતાને પુત્ર હતો. તેને સં. ૧૯૩૮ના મહા વદિ ૮ના રોજ જન્મ થયો. તેને ૧ સરૂપદેવી અને ૨ સહાગદેવી એમ બે પત્નીઓ હતી. તેને સર્પદેવીથી નેણસી, રે સુંદરદાસ, ૩ આસલણ અને સોહાગદેવીથી ૪ નરસિંહ અને ૫ જગમાલ
એમ પાંચ પુત્રો હતા. જયમલ મુહણાત જોધપુરના ર૭માં રાજા રાવ સુરસિંહજી અને ૨૧માં રાજા રાવ ગજસિંહ (સં. ૧૬૭૬ થી ૧૬૮૪)ના સમયે રાજ્યના પ્રતિષ્ઠિત પદે રહ્યો હતો. તેને રાવ ગજસિંહે સં. ૧૬૯૬માં મારવાડનો દીવાન બનાવ્યો.
મહારાજ ગજસિંહને જાગીરમાં સાચાર મળ્યું હતું. કચ્છને પણજી એકાએક સાચાર ઉપર ચડી આડ્યા ત્યારે જયમલ મુહણાત ત્યાં હાકેમ હતો. તેણે લડાઈ આપી કાછાઓને ત્યાંથી નસાડ્યા. પછી તે ફલધી અને જાહેરને પણ હાકેમ બન્યા.
એ પછી રાવ ગજસિંહે સં. ૧૬૯૬માં પોતાનો દીવાન બનાવ્યો. મંત્રી જયમલ મુહણાત ભારે દાનેશ્વરી હતો. તેણે સં. ૧૬૮૧ના પ્ર૦ ચ૦ ૦ ૫ ને ગુરુવારે જાલોરના પર્વત ઉપર કિલ્લામાં તપાગરછના ૬૦મા ભટ્ટાવિજયદેવસૂરિના આઝાવતી મહ૦ વિદ્યાસાગરગાણીના શિષ્ય પં. (મહોર ) સહજસાગરગણીના શિષ્ય પં. (મહા) જયસાગરગણીના હાથે નવા જિનાલયની તથા ઘણી જિનપ્રતિમાઓની અંજનશલાકા અને પ્રતિષ્ઠા કરાવી. તેમ જ કિલ્લા ઉપરનાં ત્રણ જિનાલયોનો જીર્ણોદ્ધાર કરાવ્યા. મંત્રી જયમલ મુહણાતે સં• ૧૬૮૬ના પ્ર. અ. (ગુજરાતી જેઠ વદ) ૫ ને શુક્રવારે ભટ્ટા વિજયદેવસૂરિના હાથે ઘણી જિનપ્રતિમાઓની અંજનશલાકા કરાવી.
| ( – પ્રક. ૩૬, પૃ. ૨૩૧ થી ૨૩ ૩ જાલેરગઢ ) જાલોરમાં આજે શ્વેતાંબર જૈનોનાં ૨૦૦ ઘર છે. કિલ્લા અને શહેરમાં થઈને ૧૪ જિનાલયે છે. ૨૭. નેણસી મુહણાત અને સુંદરદાસ મુહણાત – આ બંને
ભાઈએ શૂરવીર, લડવૈયા, દેશપ્રેમી અને ટેકીલા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org