SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ સાઈઠમું ] આ વિજયદેવસૂરિ [૩૧૯ મુહણાત નેણુસીને સં૦ ૧૬૬૭માં જન્મ થયો હતો. તેણે સંતુ ૧૬૮૦માં ૨૨ વર્ષની ઉંમરે રાજસેવામાં પ્રવેશ કર્યો. તે જોધપુરના રાજા ૨૧માં રાવ ગજસિંહ (સં. ૧૬૭૬ થી ૧૬૮૪) તથા મહારાજા જસવંતસિંહ (સં. ૧૬૯૦ થી ૧૭૧૭)ના સમયે હતે. સેનાપતિ નેણસીએ સં. ૧૬૮૦માં મહારાજાના ઉપદ્રવીઓને ખતમ કરી તેમનાં ગામ બાળી નાખ્યાં. પછી તો તે સં. ૧૬૮૪માં ફલોપીને હાકેમ બન્યો. તેણે રાડધરના મહેચા મહેશદાસ ઉપર ચડાઈ કરી તેને કિલ્લો તથા મકાને પાડી નાખ્યાં. તેને ગામને રંજાડ કરતા રોક્યો. બીજી તરફ સુંદરદાસે સં. ૧૭૦૨માં જતવિભાગનાં ગામોને લૂંટનારા રાવત નારાયણ ઉપર ચડાઈ કરી. તેના કુકડા, કેટ, કટાણું, માંકડ વગેરે ગામ ભાંગી નાંખ્યાં. સેનાપતિ નેસીએ સં. ૧૭૦૬માં જેસલમેરના ભઠ્ઠીએાના પક્ષમાં સહાયક બની પિકરણ પરગણું ભટ્ટીઓને અપાવ્યું. બા ઔરંગજેબના પક્ષવાળા સાથે યુદ્ધ કર્યું. રાજા જસવંતે સં. ૧૭૧૪ થી ૧૭૨૩ સુધી બેસીને પોતાને દીવાન બનાવ્યો. મહારાજા જસવંતસિંહ સં૦ ૧૭૧૫માં અમદાવાદ ગયા. દીવાન નસીએ તેના હુકમથી પોકરણ ફલોધીને દબાવી બેઠેલા જેસલમેરના રાજા રાવળ સબલસિંહ ઉપર ચડાઈ કરી. પિકરણ કબજે કર્યું. તેનાં ૧૨ ગામ બાળ્યાં. અસભકોટ લૂંટયું. નેણુસીએ આવાં ઘણું યુદ્ધો કર્યા. મહારાજા જસવંતસિંહ સં. ૧૭૨૩માં ઔરંગાબાદ ગયો. દીવાન નેણસી અને સુંદરદાસ તેની સાથે હતા. સૌ કોઈ આ બે ભાઈ ની શૂરવીરતાના વખાણ કરતા હતા. - પણ ઈર્ષારોએ મહારાજાના કાન ભંભેર્યા. મહારાજા જસવંતે સં. ૧૭૨૩ના પો. સુત્ર ૯ ને રોજ બંને ભાઈઓને કેદ કરી લીધા ને સં. ૧૭૨૫માં છેડી દીધા. પણ એક લાખ રૂપિયાનો દંડ કર્યો. બંને ભાઈઓએ દંડનો એક પેસે પણ આપવાને ઈન્કાર કર્યો. (- મેગલ ઈતિહાસ, પૃ. ૧૮૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy