________________
૧૧૬ જૈન પરંપરાનો ઈતિહાસ
{ પ્રકરણ ૨. વરકાણું તીર્થ – મારવાડમાં રાણું સ્ટેશનથી ૩ માઈલ દૂર અને નાડોલથી ૬ માઈલ દૂર વરકાણા નામે ગામ છે. એનું પ્રાચીન નામ હતું વરકનકપુર અથવા વરકનકનગર. “સકલતીર્થસ્તોત્ર”માં બીજા તીર્થોની સાથે જ “અંતરિક વકાણે પાસ” એ પદ દ્વારા વંદન કરવામાં આવ્યું છે.
આજે આ ગામ પડી ભાંગ્યા જેવું નાના ગામડારૂપે છે, પણ ગોલવાડ પ્રાંતની પંચાયતનું મુખ્ય સ્થાન છે. અહીં જનનું એક પણ ઘર નથી.
ગામની વચ્ચે બાવન જિનાલયવાળો વિશાળ જિનપ્રાસાદ છે, જેમાં રંગમંડપ અને નવચેકીના એક થાંભલા ઉપર સં. ૧૨૨૧નો લેખ છે. એટલે આ સમય પહેલાં અહીં જિનાલય હોવાનું સ્પષ્ટ થાય છે. મૂળનાયક તરીકે ભવ પાર્શ્વનાથની ધાતુની પ્રાચીન ભવ્ય પ્રતિમા છે. અહીં માટે સં. ૧૫૪ને પ્રશસ્તિલેખ છે.
મૂળનાયકનું પરિકર સં. ૧૭૦૭માં બન્યું છે. જિનાલયમાં બીજી બસે જિનપ્રતિમાઓ છે. જિનાલયના દરવાજામાં પેસતાં ડાબી બાજુના હાથી પાસે શિલાલેખ છે. તેમાં સં. ૧૬૮૬ના ૫૦ વ૦ ૮ ને શુક્રવારે મેવાડના રાણુ જગતસિંહે ભટ્ટા, વિજયદેવસૂરિના ઉપદેશથી જાહેર કર્યું હતું કે, “વરકોણમાં દરસાલ પોષ વદિ ૮ થી ૧૧ સુધી રોજ મેળો ભરાય છે તેમાં રાજ્ય યાત્રાળુનો કઈ પ્રકારનો કર ન લેવો.'
અહી આ વિજયવલ્લભસૂરિ તથા તેમના શિષ્ય આ. વિજયલલિતસૂરિના ઉપદેશથી ગોલવાડના જૈન સંઘે વરકાણું પાર્શ્વનાથ જિન વિદ્યાલય ગુરુકુલ બનાવ્યું છે.
(– જૈન તીર્થોને ઈતિહાસ, પૃ. ૩રર ) જનધર્મના પ્રભાવકો – ધર્મપ્રેમીઓ –
ભ૦ વિજ્યદેવસૂરિ. રાણો કર્મસિંહ, રાણે જગતસિંહ. ઈડરનરેશ રાયમલજી. બાદશાહ જહાંગીર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org