________________
સાઈઠમું] આ. વિજ્યદેવસૂરિ
[[ ૩૧૫ ૯૮ ફૂટ ઊંચા ચૌમુખ જિનપ્રાસાદ બંધાવ્યો
ભાણજીએ સં. ૧૬૭૮ના વૈદ સુવ ૫ ને સેમવારે કાપરડામાં ખરતરગચ્છના ભટ્ટા, જિનચંદ્રસૂરિના હાથે આ ચૌમુખ જિનપ્રાસાદમાં સ્વયંભૂ પાર્શ્વનાથ વગેરે જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી અને તે આચાર્યના વાસક્ષેપથી સં. ૧૬૮૧ના વેવ સુર ૩ના રોજ તેને ધ્વજાદંડ, કળશ, અને ધ્વજા ચડાવ્યાં તથા સં૦ ૧૬૮૬માં સ્વયંભૂ પાર્શ્વનાથનું નવું પરિકર બનાવી ભવ્ય જિનચંદ્રસૂરિના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી અને પરિકરમાં તે અંગેનો લેખ લખાવ્યું.
આ જિનપ્રાસાદ ચાર માળનો ઉત્તરાભિમુખ છે. નીચે ભોંયરું છે. મંદિરમાં પાંચ ખંડ અને ચાર મંડપની એની રચનાથી એની વિશાળતા અને ઊંચાઈ અસાધારણ લાગે છે. વિસ્તાર તો તારંગાના મંદિર કરતાં વધારે જણાય છે. ત્રણે માળમાં ચૌમુખજીની રથાપના છે. નીચે ઉત્તરમાં રવયંભૂ પાર્શ્વનાથ, પૂર્વમાં શાંતિનાથ, દક્ષિણમાં અભિનંદન સ્વામી અને પશ્ચિમમાં મુનિ સુવ્રતસ્વામી બિરાજમાન છે. બીજે માળે અનુક્રમે ભ૦ ઋષભદેવ, ભ૦ અરનાથ, ભ૦ મહાવીરસ્વામી અને ભ૦ નેમિનાથ બિરાજમાન છે. ત્રીજે માળે અનુક્રમે ભ૦ નેમિનાથ, ભ૦ અનંતનાથ, ભ૦ નેમિનાથ અને ભ૦ મુનિસુવ્રતસ્વામી બિરાજમાન છે. તથા ચોથે માળે અનુક્રમે ભ૦ પાર્શ્વનાથ, ભ, મુનિસુવ્રતસ્વામી, ભ૦ શીતલનાથ અને ભ પાર્શ્વનાથ બિરાજમાન છે.
આ પ્રતિમાઓમાંની સ્વયંભૂ પાર્શ્વનાથની પ્રતિમા ત્યાં પ્રગટ થઈ હતી. તે અને ભ શાંતિનાથની પ્રતિમા સંપ્રતિરાજાએ ભરાવેલી પ્રતિમાઓ જેવી પ્રાચીન જણાય છે.
તપાગચ્છીચ આ. વિજયનેમિસૂરિ મહારાજે આ તીર્થને અજેનોની કનડગતમાંથી બચાવી તીર્થોદ્ધાર કરાવ્યો. સને ૧૯૭૫ના મ. સુત્ર પને બુધવારે તીર્થની સમગ્ર પ્રતિમાઓની પ્રતિષ્ઠા તેમણે કરી હતી.
અહીં દર સાલ ચે સુ. ૧૫નો મેળો ભરાય છે. આ વિજ્યનેમિસૂરિના ઉપદેશથી અમદાવાદના સંઘવી શા. માણેકલાલ મનસુખભાઈએ મંદિરને ફરતી વિશાળ ધર્મશાળા બનાવી છે.
(– જુઓ અમારે “જૈન તીર્થોને ઈતિહાસ પૃ૦
૩પ થી ૩૫૪ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org