________________
૩૧૪] જેન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ સં. ૧૬૯૫માં “શ્રી કાપડહેડા રાસ' રચેલ જોવા મળે છે. તેમાં જણાવ્યું છે કે, ખરતરગચ્છીય શ્રી. જિનચંદ્રસૂરિને આવેલા સ્વપ્ન મુજબ-ત્રણ બાવળની તળેટીમાં ત્રણ વાંસ ભૂમિની નીચે શ્રી પાર્શ્વનાથની પ્રતિમાં હોવાનું જાણવા મળ્યું. આચાર્યશ્રીએ એ ભૂમિમાંથી સં. ૧ ૬૭૪ના પોષ વદિ ૧૦ ના રોજ સ્વયંભૂ પાર્શ્વનાથની પ્રાચીન ભવ્ય પ્રતિમા બહાર કઢાવી. આચાર્યશ્રીએ એ મૂર્તિને સંઘના મંદિર કે યતિજીના ઉપાશ્રયમાં સ્થાપન કરી.
જેતારણના રાય લાખણની પરંપરામાંથી ઉતરી આવેલા ઓશવાલજ્ઞાતિના ભંડારીગેત્રના શાઅમરજી ભંડારીને ભાણજી નામે પુત્ર હતો. તેને ભક્તાહ નામે પત્ની હતી તથા ૧ રતનજી, ૨ નારાયણ, ૩ નરસિંહ અને ૪ સેઢા નામે પુત્રો હતા. ભંભાણજી જોધપુરના રાજા ગજસિંહનો જેતારણનો હાકેમ હતો. તે રાજવ્યવસ્થા ખૂબ કુશળતાથી ચલાવતો હતો.
એક ચાડિયાએ હાકેમ વિરુદ્ધ રાજાના કાન ભંભેર્યા. રાજાએ ભાણજીને તાબડતોબ જોધપુર આવવા હુકમ કર્યો. ભાણજી તારણથી નીકળી જોધપુર જતાં વચ્ચે કાપરડા ગામ આવ્યો. તેને “જિનદર્શન કર્યા વિના અનાજ-પાણી નહીં લેવાની પ્રતિજ્ઞા હતી. આથી તેણે ગામના ઉપાશ્રયમાં યતિજી હસ્તક રહેલી સ્વયંભૂ પાર્શ્વનાથની પ્રતિમાને પત્તો મળતાં ત્યાં દર્શન કરવા ગયે. દર્શન કરીને એણે આમસંતોષ અનુભવ્યો.
યતિજીને વાત કરતાં યતિએ જણાવ્યું કે, “મહાનુભાવ! ચિંતા કરવા જેવું નથી, તમે રાજા પાસે નિર્દોષ ઠરશે.” ભાણજી જોધપુર પહોંચ્યો અને થયું પણ એમ જ. રાજા આગળ તે નિર્દોષ ઠર્યો એટલું જ નહીં ભાણજી ઉપર રાજાનો ભાવ વધ્યો. પછી તે પાછા ફરતાં કાપરડા આવ્યો. યતિજીએ ભાખેલા ભવિષ્યથી તેમના ઉપર એને શ્રદ્ધા થઈ હતી. ત્યાં આવી યતિજીનાં ભાવથી દર્શન કર્યા. યતિજીએ તેને કાપરડામાં સ્વયંભૂ પાર્શ્વનાથનું જિનાલય બંધાવવાનો ઉપદેશ આપ્યો.
ભાણજીએ સં. ૧૬૭૫માં પોતાના પુત્ર નારાયણને ત્યાં રાખી માટે જિનપ્રાસાદ બંધાવવાને આરંભ કર્યો. ભાણજીને યતિજીના મંત્રપ્રભાવથી ઋદ્ધિ પ્રાપ્ત થઈ. તેણે ચાર માળને સમતલ ભૂમિથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org