________________
સાઈડમું] આ. વિજયદેવસૂરિ
[ ૩૧૧ તેઓએ તેમને યુગપ્રધાન નિહાળ્યા અને તેમના બની તેમનું ચરિત્ર બનાવ્યું.
આચાર્ય વિજયદેવસૂરિ મેટા પ્રભાવક હતા.
ઉદયપુરને રાણે કર્ણસિંહ, રાણે જગતસિંહ, ઈડરનરેશ કલ્યાણમલ, જોધપુરનરેશ ગજસિંહ અને દીવના ફિરંગી અમલદારો તેમના ભક્ત હતા.
(– દયાકુશલગણું કૃત “વિજયદેવસૂરિ સજઝાય', – પંસૌભાગ્યવિજયકૃત “વિજયદેવસૂરિ નિર્વાણરાસ ', પં૦ લાલકુશલગીકૃત “આ૦ વિજયસિંહસૂરિ સજઝાય,” ઐતિહાસિક રાસમાળા નં. ૩૩, ૩૪, ૩૫, વિજ્યપ્રશસ્તિ મહાકાવ્ય, તેની વિજયદીપિકા વૃત્તિ, તપાગચ૭ પટ્ટાવલી, તપગણપતિ ગુણ પદ્ધતિ, દેવાનંદાયુદય મહાકાવ્ય, વિજયદેવ માહાત્મ્ય,
લેખસંગ્રહ, ગુરુમાલા આદિ ગ્રંથે.) વિશેષ જિન પ્રતિષ્ઠાઓ – તેમણે પાટણમાં ૪ જિનપ્રતિષ્ઠાઓ કરી, જેમાં જન સંઘે અડધે લાખ રૂપિયા ખરચ કર્યો હતો. ખંભાત મહાતીર્થમાં ૩ જિનપ્રતિષ્ઠા કરી, જેમાં જનોએ ૧૪ હજાર રૂપિયા ખરચ્યા હતા. અમદાવાદમાં ૨ જિનપ્રતિષ્ઠા કરી, જેમાં જેનેએ લાખ રૂપિયા ખરચ્યા હતા.
આ ઉપરાંત નડિયાદમાં ૧, શરદંગમાં ૧, વડનગરમાં ભ૦ મહાવીરસ્વામીની ૧, ઈટાદરામાં યવનોએ ભ૦ ઋષભદેવની પ્રતિમા ભેદી નાખી હતી ત્યાં નવી ભ૦ ઋષભદેવની પ્રતિમા સ્થાપન કરી.
સં. ૧૯૭૭માં સાલડીમાં ૨, સં. ૧૬૮૫માં આરાસણમાં મૂળનાયકની પ્રતિષ્ઠા, સેનગઢમાં ભ૦ મહાવીરસ્વામીની પ્રતિષ્ઠા, માલવામાં ૨, ઉજજૈનમાં ૧, રામપુરમાં ૧, દક્ષિણમાં કન્નડના વિજાપુરમાં શા વીરચંદે કરાવેલી પ્રતિષ્ઠા ૧, કચ્છમાં ૧, મેડતામાં ૨, તથા સં. १. दक्षिणे पञ्च कनडी वीजापुरे पुरे तथा । प्रतीच्यां कच्छदेशे च प्रतिष्ठा येन निर्म मे ॥ ११ ॥
– વિજયદીપિકા – વૃત્તિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org