________________
૩૧૦ ]
જૈન પર પરાના ઇતિહાસ
[ પ્રકરણ
૫૦ સાધુવિજયગણી શિષ્ય પ॰ સૌભાગ્ય વિજયગણી લખે છે– ‘ મેવાડના રાણા જગતસિંહ અને દક્ષિણના સુલતાન તેમના ભક્તા હતા.’ તેમણે એ આચાર્યા, ૨૫ ઉપાધ્યાયા, ૫૦૦ પન્યાસા અને ૨૦૦ રવિશષ્યા બનાવ્યા હતા. તેમના સઘમાં ૨૫૦૦ યતિઓ અને ૧૦૦ સાધ્વીજીએ ને ૭ લાખ શ્રાવક-શ્રાવિકાઓ ભક્ત હતાં. તેમના એક શ્રાવકે ૧ લાખ ૫૯ હજાર સાધિ કાને જમાડયા હતા. તેમણે રાજનગર પાસેના અહમદપુરામાં ચામાસુ કરી તે ખીખીપુરામાં પધાર્યા હતા ત્યારે આગરાથી તેમને વંદન કરવા આવેલા શા॰ ગારધનદાસે ૯ હજાર ત્યાહરી ખરચી ૮૪ ગુચ્છામાં માટી પ્રભાવના કરી હતી.
ભટ્ટારક વિજયદેવસૂરિએ , અદ્ભૂમ, ઉપવાસ, આયંબિલ વગેરે વિવિધ તપેા ઘણી સંખ્યામાં કર્યાં હતાં. તેમણે પાંચ કરોડ પ્રમાણ સઝાય—રવાધ્યાય કર્યા હતા. તેમને રાજ પાંચ વિગઈ ના ત્યાગ હતા, ૧૧ દ્રવ્યેાથી વધુ દ્રવ્યા વાપરતા નહાતા, દિવસે સૂતા નહેાતા. તેમને કષ્ટ પ્રસંગે ૧૮ યક્ષ્ા આવી સહાય આપી તેમનું કષ્ટ નિવારતા હતા.
તેમણે અમદાવાદમાં માસકલ્પ કરી વિહાર કર્યા. દીવ, શત્રુંજય તીર્થ, અજારા પાર્શ્વનાથ અને ઉનામાં ાજનપાદુકાની યાત્રા કરી હતી.
ઉનામાં આ॰ વિજયપ્રભસૂરિ સાથે હતા. ભટ્ટારકે જિનપ્રતિમાની સામે આરાધના શરૂ કરી. સં ૧૭૧૩ના અષાડ સુદિ ૮ના રાજ તિવિહાર અનશન સ્વીકાર્યું. અંતિમ સમયે સિદ્ધાંતના પાઠા સાંભળતા હતા. અષાડ સુદિ ૧૦ની રાતે ચવિહાર અનશન સ્વીકાર્યું. અને છેવટે સ્વર્ડંગમન કર્યું.
ગુપ્ત પ્રયાગના સન્યાસીએ જાહેર કર્યું કે, ભટ્ટા॰ વિજયદેવસૂરિ દેવ અન્યા છે. સ્વર્ગ વાસના સ્થાને ભણશાલી ગૃહસ્થે સ્તૂપ બંધાવ્યા ને તે પછી આ વિજયપ્રભસૂરિ ગચ્છના નાયક બન્યા.
Jain Education International
( -- અતિહાસિક સજ્ઝાયમાલા, જૈન ઐતિહાસિક ગુર્જર કાવ્ય સંગ્રહ પૃ૦ ૧૭૫ થી ૧૭૮; વિજય દેવસૂરિ નિર્વાણુ રાસ)
For Private & Personal Use Only
www.jainelibrary.org