________________
સાઈઠમું ] આ. વિજય દેવસૂરિ
[ ૩૦૯ ભ, વિજયદેવસૂરિ ગંભીર વિચારક હતા. સમકાલીન મેટા વિર ગીતાર્થો જેવા કે – મહ૦ કમલવિયેગણ, મહ૦ કલ્યાણવિજ્યગણ, મહોરા ઉદ્યોતવિજયગણ વગેરે વૃદ્ધ મુનિઓનું બહુમાન કરતા અને સંઘના હિતકાર્યમાં તેમની સલાહ મુજબ વર્તતા હતા. આ. વિજયસિંહસૂરિ અને આ૦ વિજ્યપ્રભસૂરિને તેમની સમ્મતિથી જ ગચ્છનાયક બનાવ્યા હતા.
તેઓ સંગી જીવન ગાળતા હતા. તેમની “નિત નિત વંદું રે, મુનિવર એહવા” એ સઝાય તેમના સંગી જીવનની સાક્ષી આપે છે. તેઓ પોતે જ ક્રિોદ્ધાર કરી સંવેગી મુનિ બનવા તૈયાર હતા. પરંતુ એમ કરવાથી કદાચ દેવસૂરસંઘ, આનંદસૂરસંઘ, ભટ્ટારકસંઘ અને સંવેગીસંઘ એવા ભેદો કાયમી વહેંચાઈ જાય.
આથી જ તેમણે સં. ૧૬૭૭ના ચૈત્ર સુદ ૭ ને બુધવારે સાબલીમાં ૫૮ બોલને પટ્ટક તથા સં. ૧૭૦૬ અથવા સં. ૧૭૧૧ના મહા સુદિ ૧૩ ને રોજ પાટણમાં સંવેગી સાધુ–સાદવી ગીતાર્થો ચોગ્ય ૪૫ બેલનો પટ્ટક બનાવ્યો હતો.
તેમણે પિતાના પટ્ટધર ભટ્ટાવિજયસિંહસૂરિ, પં. સત્યવિજયવગેરેને સંવેગી બનવાને તૈયાર કર્યા હતા. આથી જ પં. સત્યવિજયગણીએ સં. ૧૭૧૧માં કિયોદ્ધાર કર્યો હતો.
ભટ્ટા. વિજ્યદેવસૂરિ બીજ ગ૭વાળાઓ સાથે સમભાવે વર્તતા હતા. જો કે બીજા ગચ્છવાળા મહા ધર્મસાગરગણું પ્રત્યે નારાજ હતા, આથી વિજયાનંદસૂરિ ગચ્છવાળાએ ભટ્ટાવિજયદેવસૂરિને તેમના મળતિયા બતાવવાથી તેમના પ્રત્યે નાખુશ રહેતા હતા, પરંતુ સં૦ ૧૬૮૭માં સુરતના શાસ્ત્રાર્થમાં ભટ્ટા, વિજયદેવસૂરિએ સત્ય પ્રકાશિત વિજય મેળવ્યો આથી બીજા ગ૭વાળા તેમના પરિચયમાં આવ્યા. શ્રી શ્રીવલ્લભ પાઠક જેઓ ખરતરગચ્છના મુનિ હતા છતાં વિજયદેવસૂરિના આદર્શ જીવનથી આકર્ષાઈને તેમના ચરિત્ર વિષયક વિજયદેવ માહાસ્ય” નામે મોટો કાવ્યગ્રંથ રચ્યો છે. - આ. વિજયસેનસૂરિ શત્રુંજયતીર્થની યાત્રાએ ગયા ત્યારે આ વિજયદેવસૂરિ વગેરે ૩૫૦ મુનિવરો હતા. સોરઠમાં ચાર ચાતુર્માસ કર્યા અને પછીનું સં. ૧૬૭૨નું ચાતુર્માસ ખંભાતમાં કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org