________________
૩૦૮ ] જેન પરંપરાને ઈતિહાસ
[પ્રકરણ સં. ૧૭૦૫, સં. ૧૭૧૫, સં. ૧૭૧૭ અને સં. ૧૭૨૦માં બધે સ્થળે મેટા દુકાળ પડયા હતા. તેઓ સેરઠમાં દસ વર્ષ રહ્યા તેનું આ પણ એક કારણ હોય; પરંતુ તેમની ચરણકૃપાથી સી જનતાને અનાજ–પાણીની સગવડ થતી હતી.
તેમના ઉપદેશથી સં. ૧૭૨૧ના પિષ વદિ ૧૦ ના રોજ જૂનાગઢમાં શા૦ પાસવીર પોરવાડે આગમન જૈન ગ્રંથભંડાર સ્થાપન કર્યો હતે.
ઈન્દુત” વિજ્ઞપ્તિપત્ર – ભટ્ટા. વિજયપ્રભસૂરિ સં. ૧૭૨૨૨૩માં સુરત પધાર્યા અને મહો. વિનયવિજયગણીએ સં. ૧૭૨૩માં સુરતમાં તેમની ઉપર “ઈન્દૂત કાવ્ય”ની વિજ્ઞપ્તિ પત્ર રૂપે મેકલી. ભટ્ટા, વિજયદેવસૂરિનો પરિચય –
તેઓ શાંત સ્વભાવી, અલ્પભાષી, વિદ્વાન, જ્ઞાનગંભીર, ત્યાગી, તપસ્વી, સંયમી અને સંવેગી હતા. બધા તેમને ગૌતમાવતાર માનતા હતા. તેમનામાં આચાર્યના ૩૬ ગુણે હતા.
(– વિજયદીપિકાવૃત્તિ-પ્રશસ્તિ ક્ષેત્ર ૬ થી ૧૮) તેઓ તપાગચ્છની વિભિન્ન શાખાઓ પિકી વિજય, સાગર, વિમલ, ચંદ્રના મુનિવરોને પોતાના ભાઈની જેમ માનતા હતા. વિરોધ પક્ષવાળા તેમની વિરુદ્ધમાં કંઈ બોલે તો તેઓ માન રહી શાંત રહેતા અને પોતાની સાથેના મુનિવરોને “સત્યને સદા જય છે એમ કહી આશ્વાસન આપી શાંત રાખતા હતા.
તેમની આ ઉદાર ભાવનાનું એ પરિણામ આવ્યું કે વિજયાનંદસૂરિસંઘના ઘણા શ્રમણ અને શ્રાવકો વગેરે તેમની પરંપરા તરફ વળ્યા હતા. આથી જ બંને શાખાના (૬૬) ભર વિજયધર્મસૂરિ, તથા (૬૭) ભ. વિજયલફમસૂરિએ નવાનગરમાં એકબીજા સાથે ભાઈ-ભાઈનો વ્યવહાર રાખી મેળ બનાવી રાખ્યો હતો.
(- પ્રક. ૨૮, પૃ ૧૨૯) છેવટે આજે એ પક્ષભેદ રહ્યો નથી અને બંને પક્ષે મળી એક ભ૦ વિજયદેવસૂરિસંઘ જ બની ગયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org