SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ ] જૈન પરંપરાને ઇતિહાસ [પ્રકરણ બનાવી તેમની પાટે રથાપન કર્યા અને તેમનું નામ આ૦ વિજયપ્રભસૂરિ રાખ્યું. આ૦ વિજ્યસેનસૂરિના પિતા સ્થવિર પં. કમલવિજયજીગણ વગેરેની સંમતિથી તેમને આચાર્ય બનાવ્યા. તપાગચ્છના મૌલિમાણિક્ય આ. વિજયસિંહસૂરિના ઉપદેશથી આગરાના વીશા ઓશવાલ કુહાડ ગેત્રના શાક વર્ધમાન પત્ની આહાદેના પુત્ર શા રાયસિંહ મેડતાવાળાએ શત્રુંજય તીર્થની મેટી ટૂંકમાં ભ૦ આદીશ્વરના મેટા જિનપ્રાસાદની જમણી બાજુમાં ૧૦૦૮ જિનપ્રતિમાવાળ સહસ્ત્રકૂટ બનાવ્યો હતો તેની મહોવિનયવિજયજી ગણિવરે ભવ્ય વિજયદેવસૂરિ અને આ. વિજયપ્રભસૂરિની આજ્ઞાથી સં. ૧૭૧૦ ના જેસુ૧૦ ને ગુરુવારે શ્રી શત્રુંજય તીર્થમાં પ્રતિષ્ઠા કરી. આ સમયે ત્યાં પં. શાંતિવિજય, પં. દેવવિજયગણ પં. મેઘવિજયગણી શ્રી શત્રુંજય મહાતીર્થના કાર્યકરો હતા. તેઓએ આ કાર્યમાં મોટી મદદ આપી હતી. (- પ્રારા જ લેભા૦ ૨, લેટ નં. ૩૧, પદ્ય ૪, ૩૨ ગદ્ય) બંને આચાર્યોએ સં. ૧૭૧૦માં સુરતમાં ચોમાસું કર્યું. સંવેગી – પં. સત્યવિજયગણીએ સં. ૧૭૧૧ના મહા સુ. ૧૩ ને ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં પાટણમાં આ૦ વિજ્યસિંહસૂરિએ દોરેલ બેલ ૪પના પટ્ટક પ્રમાણે ભ૦ વિજયદેવસૂરિ આ. વિજયપ્રભસૂરિની આજ્ઞામાં રહી કિયોદ્ધાર કરી શુદ્ધ સંવેગી માર્ગ પ્રવર્તાવ્યો. ૫૦ દ્ધિવિમલગણું મહ૦ વિનયવિજયગણી મહો. યશોવિજયગણ, પં. નયવિજયગણ વગેરે ૧૮ મુનિઓ તથા સાધ્વી શ્રી સહજશ્રી વગેરે સાધ્વીઓએ સંવેગીપણું સ્વીકાર્યું હતું. બંને આચાર્યોએ સં. ૧૭૧૧માં અમદાવાદમાં ચોમાસું કર્યું. ભ૦ વિજયદેવસૂરિએ સં. ૧૭૧રના માગશર માસમાં અમદાવાદમાં અમદાવાદના સંઘમુખ્ય શા૦ સૂરાના પુત્ર ધનજીએ આઠ હજાર મહમ્મદી ખરચીને કરેલ વંદના મહોત્સવમાં આ૦ વિજયપ્રભસૂરિને ભટ્ટારક પદવી આપી પોતાની પાટે ગચ્છનાયક સ્થાપન કર્યા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy