________________
૩૦૦ ] જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ અમરસિંહના પ્રસાદપાત્ર પાલીરાજ જગન્નાથ નગરા ચૌહાણના રાજ્યમાં પાલીમાં પાલીના શ્રીમાલી ચંડાતેયા શા મહિલ, તેની પત્ની સૌભાગ્યના પુત્ર શા ડુંગર અને ભાખર એ બંને ભાઈઓએ ૨૪ દેરીવાલા નવલખા પાર્શ્વનાથ જિનપ્રાસાદને સવા પાંચ હજાર ખરચી મેટ જીર્ણોદ્ધાર કરાવ્યો અને તેની ભટ્ટા. વિજયદેવસૂરિ અને આ. વિજયસિંહસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. તેમાં ભ૦ પાશ્વનાથ તથા ભ૦ મહાવીરસ્વામીની જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી ૨૪ દેરીઓમાં ૨૪ જિનેશ્વરની પ્રતિમાઓ ભરાવી સ્વર્ણ કળશ-ધજા–દંડ અને વજા ચડાવ્યાં.
(– પ્રા. જે. લેભા. ૨ લેટ નં. ૩૮૩, ૩૮૪, ૩૯૫) આ જિનપ્રતિમા આજે પાલીના લેઢાવાસના ભ૦ શાંતિનાથના જિનપ્રાસાદમાં મૂળનાયક તરીકે વિરાજમાન છે.
ભટ્ટાવિજયદેવસૂરિએ અને આ વિજયસિંહસૂરિએ સં. ૧૬૮૬ના વિ. સુત્ર ૮ ને શનિવારે પાલીમાં મેટી અંજનશલાકા કરી હતી. તેમાં આગરાનિવાસી કુહાડ ગોત્રના શાક જસવંત એશિવાલે ભટ્ટા. વિજયદેવસૂરિ અને આ૦ વિજયસિંહસૂરિના ઉપદેશથી ભય પાર્શ્વનાથની જિનપ્રતિમા ભરાવી અને વિધર ગામના જૈન સંઘે વિધર ગામના જિનપ્રાસાદને બીજે માળે શિખરમાં ભ૦ વિજયદેવસૂરિ અને આ. વિજયસિંહસૂરિના હાથે આ પ્રતિમાની પ્રતિષ્ઠા કરી.
( – પ્રા. શૈ. લેભા. ૨, લેટ નં. ૩૯૯) ભદ્રા વિજ્યદેવસૂરિએ સં. ૧૯૮૬ (હિંદી સં. ૧૬૮૭)ના જેઠ સુદિ ૧૧ ને ગુરુવારે ભ૦ ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી.
(- પ્રા. જે. લે, ભા. ૨, ૯૦ નં૦ ૩૬૬) તેમણે સં. ૧૬૮૬માં મેડતામાં ચાતુર્માસ કર્યું. બંને મહાતપા આચાર્યોએ સં. ૧૬૯૬ના પ્રઅ. વ. ૫ ને શુકવારે જાલોરમાં જોધપુરનરેશ ગજસિંહે સકલ રાજ્યવ્યવહારમાં નિયુક્ત કરેલ અને જેતા મુહણેતના પુત્ર મંત્રી જ્યામલ મુહeતે જાલોરમાં મેટે પ્રતિષ્ઠા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org