________________
૨૯૨] જૈન પરંપરાનો ઇતિહાસ
[પ્રકરણ વિજયગણને ઉપાધ્યાય બનાવ્યા. તે પછી સૌ ઈડર, તારંગા, શત્રુંજયતીર્થ, ઉનામાં જગદગુરુની ચરણપાદુકા વગેરેની યાત્રા કરી ખંભાત પધાર્યા.
આચાર્ય પદ – ભટ્ટાવિજયસેનસૂરિએ સં. ૧૬૫૬ના વૈ૦ સુત્ર ૪ ને સોમવારે મૃગશીર્ષ નક્ષત્રમાં અમૃતસિદ્ધિગમાં ચોથા રવિયેગમાં વૃષભ લગ્નમાં પહેલે વૃષભને ચંદ્ર, ત્રીજે કર્કને મંગળ તથા ગુરુ, છઠું તુલાનો શનિ, નવમે મકરને રાહુ, દશમે કુંભને શુક અને બારમે મેષ રવિ તથા બુધ હતા એટલે રવિ, ચંદ્ર, ગુરુ, શુક તથા શનિ ઉચ્ચના હતા ત્યારે ખંભાતમાં શેઠ સાધુમલજી તથા સેમચંદ્ર કરેલ પ્રતિષ્ઠા ઉત્સવમાં તથા સૂરિપદના સમારોહમાં ઉપા. વિદ્યાવિજયગણીને આચાર્ય બનાવી તેમનું નામ આ. વિજયદેવસૂરિ રાખ્યું.
સં. ૧૬૫૬ના વૈ૦ સુ૦ ૭ ને બુધવારે ખંભાતમાં ઠા. કીકાના ઘરદેરાસરની પ્રતિષ્ઠામાં ઘણું જિનપ્રતિમાઓ તથા જિનપાદુકાઓની પ્રતિષ્ઠા કરી, તથા રાજવિજયને ઉપાધ્યાય બનાવ્યા.
(- વિજયપ્રશસ્તિ મહાકાવ્ય સર્ગઃ ૧૭, ૦ ૬ ) આ પ્રતિષ્ઠા–ઉત્સવ તથા આચાર્યપદ મહોત્સવ ખંભાતમાં ઊજવાયા ત્યારે ત્યાં તપાગચ્છના ૭૦૦ મુનિરાજે પધાર્યા હતા. બંને આચાર્યોએ સં. ૧૬૫૬માં ખંભાતમાં ચાતુર્માસ કર્યું.
ભટ્ટારકપદ – ભટ્ટારક વિજયસેનસૂરિએ સં. ૧૬૫૭ના પો. વ૦ ૭ ને રવિવારે હસ્તનક્ષત્રમાં હસ્તાકમાં પાટણમાં પારેખ સહસવીરે પચાસ હજાર મહમુદ ખરચી ઊજવેલા વંદના મહોત્સવમાં આ વિજયદેવસૂરિને ભટ્ટારક બનાવી પોતાની પાટે ગચ્છનાયક તરીકે સ્થાપન કર્યા અને તેમને ગચ્છની અનુજ્ઞા આપી.
ગચ્છનાયકયાત્રા – આજથી વિજયદેવસૂરિ ગરછનાયક બન્યા. ત્યાંથી સૌ શંખેશ્વરતીર્થની યાત્રાએ પધાર્યા. અહીં લોકાગચ્છના ઋષિએ સં. ૧૯૨૮માં સંવેગમાર્ગ સ્વીકાર્યો હતો, તેમાંના ગણી જ્યવિજયને ઉપાધ્યાયપદવી આપી. અહીં મારવાડને સંઘપતિ હેમરાજ છરી પાળા યાત્રા સંઘ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org