________________
સાઈઠમું ] આ. વિજયદેવસૂરિ
[ ૨૯૧ પિતાના શિષ્ય બનાવ્યો અને તેનું નામ વિદ્યાવિજય મુનિ રાખવામાં આવ્યું. પ્રતિષ્ઠા –
ભટ્ટા, વિજયસેનસૂરિએ સં. ૧૬૪૩ના ફા. સુર ૧૧ના રોજ અમદાવાદમાં અહિવદેવીને ઘરદેરાસરની પ્રતિષ્ઠા કરી. સં. ૧૬૪૩ના જેઠ સુદ ૧૦ ને શુકવારે ગંધારમાં શેઠ ઇંદરજીના ભ૦ મહાવીરસ્વામીના ઘરદેરાસરની પ્રતિષ્ઠા કરી. સં. ૧૬૪૩ના જેઠ વદિ ૧૧ના રોજ ખંભાતમાં ચોમાસું કર્યું, સં. ૧૬૪૪માં સિરોહી જઈ ફત્તેહપુરસિકીથી પધારેલા જ ગુ આ હીરવિજયસૂરિને વંદન કર્યું અને ગુરુદેવની આજ્ઞાથી પાછા ફરી સં. ૧૬૪૪માં ખંભાત આવી ચોમાસું કર્યું.
સં. ૧૯૪૫માં જેઠ સુદિ ૧૨ ને સોમવારે ખંભાતમાં સાગવટવાડાના શેઠ વજિયા–રાજિયા શ્રીમાલીએ બનાવેલ ભ૦ ચિંતામણિ પાર્શ્વનાથના મેટા જિનપ્રાસાદની પ્રતિષ્ઠા કરી.
સં. ૧૯૪૫માં ગંધારમાં નવપલ્લવિયા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી ગંધાતીર્થની સ્થાપના કરી. સં. ૧૬૪૫માં તેમણે ગંધારમાં ચેમાસું કર્યું, સં. ૧૬૪૬માં ગુરુદેવની સાથે રાધનપુરમાં ચોમાસું કર્યું, સં. ૧૬૪૯-૫૦માં લાહોરમાં ચોમાસાં કર્યા.
સં. ૧૬પ૬ના મહા સુદિ ૫ ના રોજ અમદાવાદના સિકંદર– પુરમાં – બીબીપુરામાં ભઇ વિજયચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી, ત્યાં જ ગુ. હીરવિજયસૂરિની ચરણપાદુકાની પણ પ્રતિષ્ઠા કરી. શેઠ લહુઆ શ્રીમાલીના ઘરદેરાસરની પ્રતિષ્ઠા કરી.
પંન્યાસપદ– ભટ્ટાવિજયસેનસૂરિએ આ પ્રતિષ્ઠા ઉત્સવમાં પં નંદિવિજયગણીને ઉપાધ્યાય બનાવ્યા અને મુનિ વિદ્યાવિજયને તથા મુનિ ઉદ્યોતવિજ્ય (ઋષિ મેઘજી ને પંન્યાસ બનાવ્યા. ઉપાધ્યાયપદ– ભટ્ટા. વિજયસેનસૂરિએ સં. ૧૬પ૬માં લાડોલ જઈ સૂરિમંત્રનું આરાધન કર્યું. સૂરિમંત્રના અધિષ્ઠાયક દેવે ભદ્રા વિજયસેનસૂરિને જણાવ્યું કે, પં. વિદ્યાવિજ્યગણ ગચ્છનાયકપદને યોગ્ય છે.
ભટ્ટા, વિજયસેનસૂરિએ સં. ૧૬૫૬માં લાડેલમાં પં. વિદ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org