________________
૨૯૦]
જૈન પર પરાના ઇતિહાસ
[ પ્રકરણ
૧૬૪૩ના મહા સુઢિ ૧૦ ના રાજ અમદાવાદમાં આ વિજયસેનસૂરિ પાસે દીક્ષા લીધી અને તેમનું નામ વિદ્યાવિજય રાખવામાં આવ્યું.
સ’૦ ૧૬૫૬માં અમદાવાદના સિકંદરપુરામાં – બીબીપુરામાં શા લહુઆ શ્રીમાલીએ બનાવેલા શ્રી. શાંતિનાથના ઘરદેરાસરની પ્રતિષ્ઠામાં ભટ્ટા॰ વિજયસેનસૂરિના હાથે પ૰ન'ક્રિવિજયગણીને ઉપાધ્યાયપદ અને મુનિ વિદ્યાવિજયને પંન્યાસપદ આપવામાં આવ્યું. એ જ વર્ષે લાટાપલ્લી ( લાડોલ )માં ભટ્ટા॰ વિજયસેનસૂરિના હાથે પ૦ શ્રી વિદ્યાવિજયગણીને ઉપાધ્યાયપદ અને એ જ વર્ષમાં સ૦ ૧૬૫૬ના ૐ સુ॰ ૪ ને સેામવારે ખંભાતમાં શેઠ સાધુમલજીના પ્રતિષ્ઠા ઉત્સવમાં આચાર્ય પદ આપ્યું. તે પછી સ૦ ૧૬૫૭ના પાષ સુદિ ૬ રવિવારે પાટણમાં પારેખ સહસ્રવીરે કરેલા વંદના ઉત્સવમાં ભટ્ટારકની પદ્મવી આપવામાં આવી. સ. ૧૭૧૩ના અષાડ સુદ ૧૧ ના રાજ ઉનામાં તેમના સ્વર્ગવાસ થયા.
ગ્રહેાની દૃષ્ટિએ તેમના જન્મ રાહિણી નક્ષત્રમાં વૃષભ લગ્નમાં થયા હતા. તેમની જન્મ કુંડલી આ મુજબ મળે છેઃ પહેલે સ્થાને વૃષભના ચંદ્ર, પાંચમે સ્થાને કન્યાના ગુરુ તથા કેતુ, છઠ્ઠું તુલાના શનિ, સાતમે વૃશ્ચિકના મંગલ તથા શુક્ર, આઠમે ધનના રવ, બુધ ( તથા શિન ) અને અગિયારમે મીનના રાહુ હતા ત્યારે ઈડરમાં સ્થિરપાલ આશવાલને ઘેર સં ૧૬૩૪માં વાસણ નામના બાળકના જન્મ થયેા હતા.
( – વિજયપ્રશસ્તિ મહાકાવ્ય, સ ઃ ૧૦, શ્લા ૫૩ થી ૫૬ )
શેઠ સ્થિરપાલ મરણ પામ્યા. પછી શેઠાણી રૂપાઈ પેાતાના પુત્ર વાસણને સાથે લઈ ઈડરથી નીકળી અમદાવાદ જઈ ભ॰ વિજયસેનસૂરિને વાસણ નામના બાળકને વહેારાવ્યા અને તેને દીક્ષા આપવાની રજા આપી. શેઠાણી રૂપાઈ એ પેાતે દીક્ષા લીધી કે કેમ ? તેના ઉલ્લેખ મળતા નથી.
દીક્ષા - ~ ભ॰ વિજયસેનસૂરિએ સ૦ ૧૬૪૩ના મહા સુદ્ઘિ ૧૦ના રાજ અમદાવાદમાં સંઘે કરેલા દીક્ષા ઉત્સવમાં વાસણને દીક્ષા આપી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org