________________
૨૮૨] જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ સૂરિના સ્તૂપની નિશ્રામાં મંત્રીરાજ શ્રી. કર્મચંદ્રવંશાવલી પ્રબંધ” ર .
(– જૈન ઐતિહાસિક ગુર્જર કાવ્ય સંગ્રહ રાસ ૮ મે પૃ. ૧૦૬ થી ૧૩૩, શ્રી જિનવિજય સંગૃહીત
રાસસાર – પૃ૦ ૦૨ થી ૭૪) સંઘ દુર્જનશલ્ય જડિયો જૈન – આગરામાં જગુશાહ નામે જડિયા ગોત્રને ઓશવાળ જૈન હતો. તેને ત્રણ પુત્રો હતા. ૧ સંઘવી વિમલદાસ, ૨ સંઘવી હીરાનંદ – તે આગરામાં જન સંઘમાં આગેવાન હતો. રાજમાન્ય હતો. તેની પત્ની મણિદેવીએ મેડતામાં સં. ૧૭૦૦ થી ૧૭૦પ લગભગમાં આ વિજયસિંહસૂરિના હાથે જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી.
( પટ્ટા સમુ ભા–૧, પૃ. ૯૬) આગરાના રેશન મહોલ્લામાં હીરાનંદના નામની હોરાનંદગલી પ્રસિદ્ધ છે.
૩ સંઘવી નાનુ - તે સંઘપતિ હતું. તેને દુર્જનશલ્ય નામે પુત્ર હતો. સંઘવી દુર્જનશલ્ય જ આ૦ હીરવિજયસૂરિના ઉપદેશથી ઘણું જિનાલયના જીર્ણોદ્ધાર કરાવ્યા. જિનપ્રતિષ્ઠા, સંઘપૂજા, છરી પાળતા તીર્થયાત્રાના સંઘે કાઢયા હતા.
કવિ કૃષ્ણદાસે સં. ૧૬૧૫ના વૈશાખ માસમાં તેના વર્ણનમાં દુર્જનશાલ બાવની” બનાવી છે.
શાહ સદારંગ – તે મેડતાને વતની હતા. આગરામાં રહે તે હતો. બાદશાહ અકબરે સં. ૬૪૦માં ફત્તેહપુરના બાદશાહી દરબારમાં આ૦ વિજયહીરસૂરિને “જગદગુરુ”ને ખિતાબ આપ્યો. આથી આગરા, ફત્તેહપુર, અભિરામાબાદના જેનેએ તે પદવીઉત્સવ ઊજવ્યા.
અકૃ નામનો ભાટ તે સભામંડપમાં આવ્યું હતું. તેને તેની ભાભીએ મહેણું માર્યું હતું કે “શું હાથી ઉપર બેસીને આવો છે કે ઊંચા-નીચા થઈ રહ્યા છે !” અએ આ સભામાં સૌની વચ્ચે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org