________________
ઓગણસાઈઠ] ભટ્ટારક વિજયસેનસૂરિ
[ ૨૮૧ લાહોરમાં શાહજાદા જહાંગીરની બેગમે મૂળ નક્ષત્રમાં એક કન્યાને જન્મ આપ્યો. મંત્રી કર્મચંદ્ર શાંતિપાઠ ભણાવી તેનું અભિષેકજળ છંટાવ્યું. આથી સૌને વહેમ નીકળી ગયે. મંત્રી કર્મચંદ્રે આ જિનચંદ્રસૂરિને ખંભાતથી લાહોર બોલાવ્યા. આચાર્યશ્રી ફાગણ સુદિ ૧૨ના રોજ લાહોર પધાર્યા. બાદશાહે નગરપ્રવેશ વખતે શાતા પૂછી. બા અકબરે આ જિનચંદ્રસૂરિના ઉપદેશથી દ્વારકા પ્રદેશની અને શત્રુંજય તીર્થની રક્ષાનું સૂબા અજમખાનને ફરમાન લખી મે કહ્યું. કાશ્મીરથી અગિયારે સૂબામાં અષાડ સુદિ ૯ થી ૧૫ સુધીની અમારિનું ફરમાન આપ્યું. ઉ૦ માનસિંહને બાદશાહે પિતાની સાથે રાખ્યા. મંત્રી રોહિતાગમાં રહ્યો. બાદશાહ કાશ્મીર જીતી લાહોર આવ્યો. આ જિનચંદ્રસૂરિ પણ લાહોર આવ્યા.
અહીં આ૦ જિનચંદ્રસૂરિને યુગ પ્રધાનપદ મળ્યું. ફાગણ સુદ બીજના રોજ અમારિ પળાવી. ખંભાતના દરિયામાં એક વર્ષ સુધી મસ્યની જાળ બંધ કરાવી,
આ જિનચંદ્રસૂરિએ આ ઉત્સવમાં શ્રુતસાગર જ્યસેમરત્નગણીને પાઠકપદ પ્રદાન કર્યું. તેમ જ ગુણવિજય અને સમયસુંદરગણુને પણ ઉપાધ્યાયપદ આપ્યું. આ બધું મંત્રી કર્મચંદ્રના પ્રયાસથી થયું. આથી સંઘે મંત્રી કર્મચંદ્રને યશનું તિલક કર્યું, તેમનું બહુમાન કર્યું. પછી મંત્રી કર્મચંદ્ર અબુલફજલને સાથે લઈ તેની મારફત બા” અકબરને ૧૦,૦૦૦ રૂપિયા, ૧૦ હાથી, ૧૨ ઘેડા તથા વિવિધ જાતનાં વસ્ત્રો ભેટ કર્યા તેમ જ શાહજાદા સલીમને મહેલે જઈ તેની સામે ભટણું ધરી તેને પણ સંતુષ્ટ કર્યો.
મંત્રી કર્મચંદ્ર આ યુગપ્રધાન આ જિનચંદ્રસૂરિની યાદીમાં સંવત્સરી, ચોમાસી, પકખીમાં “જયતિહુઅણ” સ્તોત્ર દાખલ કર્યું.
મંત્રીએ ઘણી શાસનપ્રભાવના કરી.
વાચક ગુણવિનય મંત્રીની પ્રેરણાથી વિ. સં. ૧૬૫૫ના મહા વદિ ૧૦ (પોષ વદિ ૧૦ )ને ગુરુવારે અનુરાધા નક્ષત્રમાં રાધરનગરમાં ચોમાસુ રહેલા પાઠક જયસમગણીની આજ્ઞાથી આ જિનકુશલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org