________________
૨૮૦ ]
જૈન પરંપરાને ઇતિહાસ
[પ્રકરણ
તેણે રાવ કલ્યાણમલને કહી બિકાનેર રાજ્યમાં જીવદયા પળાવી. આબુના જિનાલયને સમરાવ્યું. સં. ૧૬૩૫ના દુકાળમાં ગરીબોને મોટી મદદ આપી. સાધર્મિકોને વિવિધ જાતની સહાય આપી. સેનાધિપતિ તરસેમખાન સિરોહીની લૂંટમાં હજારો જિનપ્રતિમાઓ ઉઠાવી લાવ્યો હતો. મંત્રી કર્મચંદ્ર તેને છોડાવી. મંત્રીએ તેના બંદીવાનોને પણ છોડાવ્યા. શેઠ સારંગશાહને પણ મદદ કરી.
મંત્રીએ ઘણું જૈન તીર્થો, જિનાલનો જીર્ણોદ્ધાર કરાવ્યું. જિનાગમ વ્યાખ્યાનમાં સાંભળ્યાં, આગમે અને વિવિધ ગ્રંથ લખાવ્યા. નવાં જિનાલય બંધાવ્યાં. બિકાનેર રાજ્યમાં ચાર પવી પળાવી. સતલજ નદી, ડેક નદી અને રાવી નદી ની મરછી જાળ બંધ કરાવી.
તે ખરતરગચ્છનો અતિરાગી શ્રાવક હતો. આથી તેણે બિકાનેરની વસતિમાં ખરતરગચ્છના આચાર્યોને પ્રવેશ ખુલ્લે રાખી બીજા જૈનાચાર્યોને પ્રવેશ બંધ કરાવ્યો.
બીજા ગચ્છના કુલગુરુની વહીવંચાની વહીઓનો નાશ કરાવ્યો અને સર્વ જાતના ઓશવાલ, પોરવાડ જેને માત્ર ખરતરગચ્છના આચાર્યો વડે પ્રતિબંધિત લેખાની નવી વહી તથા પટ્ટાવલી તૈયાર કરાવી.
આથી જ માનવું પડે છે કે, ખરતરગચ્છને ઇતિહાસ હશે ત્યાં સુધી મંત્રી કર્મચંદ્ર વછાવતનું નામ અમર રહેશે.
મંત્રી કર્મચંદ્ર આર જિનકુશળસૂરિનો સ્તૂપ બનાવ્યું તે જ ફલોધિમાં આ૦ જિનદત્તસૂરિને પણ સ્તૂપ બનાવ્યો.
તેને ૧ ભાગ્યચંદ અને ૨ લક્ષમીચંદ એમ બે પુત્રો થયા. રાવ રાયસિંહને જસવંત નામે રાણીથી ૧ દલપત રે કૃષ્ણસિંહ, ૩ સૂરજસિંહ એમ ત્રણ પુત્રો થયા; પરંતુ રાવ રાયસિંહની નારાજગીથી મંત્રી કર્મચંદ્ર પોતાના પરિવાર સાથે બિકાનેર છોડી મેડતામાં જઈ વસ્યા. બા. અકબરને આ વાતની ખબર પડી તેથી તેણે રાવ રાયસિંહને કહી મંત્રી કર્મચંદ્રને લાહોર પોતાની પાસે બોલાવી પિતાના જનાનખાના વિભાગના મંત્રી બનાવીને રાખ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org