________________
આગણુસાઇઠ ]
ભટ્ટારક વિજયસેનસૂરિ
| ૨૭૯
વારતવમાં ગ્વાલિયર અને કનાજના રાજા નાગવલેાકના રાજગુરુ આ અપ્પટ્ટિસૂરિએ પ્રતિષ્ઠા કરેલી આ પ્રાચીન જિનમૂર્તિ છે. એમ આ પ્રતિમા અસલમાં શ્વેતાંબરાચાય —પ્રતિષ્ટિત છે, તેથી જ તા શ્વેતાંખર મુનિની વિનંતી સ્વીકારી તે પ્રતિમા ઊપડી શકી અને અહી લાવી શકાઈ. ભગવાનનાં દર્શન કરવાની સૌને છૂટ છે પણ તેની પૂજા તા શ્વેતાંબર જૈન વિધિ પ્રમાણે જ થાય છે. તેના અભિષેક, ચંદનપૂજા, પુષ્પપૂજા વગેરે થાય છે. ચક્ષુ, મુગટ, આંગી વગેરે પણ ચડાવાય છે; છતાં ચમત્કારી હાવાથી દિગંબર અને સ્થાનકવાસી જૈના પણ તેમના પેાતાના દેવ માનીને દન કરે છે.
૫૦ કુશલવિયગણીએ તે જ ચાકમાં, તે જ મુતમાં ચૌમુખજીની પણ પ્રતિષ્ઠા કરી હતી. સાથેાસાથ ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં તથા પાછળના ઉપાશ્રયમાં મણિભદ્ર વીરની પણ પ્રતિષ્ઠા કરી હતી. ચાકમાં ચૌમુખજી અને ભ॰ શીતલનાથની ભવ્ય પ્રતિમાની પ્રતિષ્ઠાના શિલાલેખ ીવાલમાં ચાડેલા વિદ્યમાન છે.
આગરાના રાશનમહાલ્લામાં ચેારાથી કુટુંબનાં ઘણાં ઘરા છે. તે સૌ તપાગચ્છના ભાવિક જૈના છે.
-
મંત્રી સૉંગ્રામસિ ́હ – મહા ગુણવનયગણી લખે છે કે, મંત્રી સગ્રામસિંહ તે વછાવત ગાત્રના ઓશવાલ જૈન હતા. ખરતરગચ્છના શ્રાવક હતા. તે બિકાનેરના રાજા રાવ કલ્યાણમલના મહામાત્ય હતા. તેણે ખતરગચ્છના ( ૫૫ ) જિનમાણકથસૂરિને ક્રિયાદ્વાર કરવા વિનતિ કરી હતી. જોકે તે ક્રિયાહાર કરવા તત્પર હતા પણ ક્રિયાન્દ્રાર કરી શકવા નહીં, તેમના તરતમાં સ્વર્ગવાસ થયે. આથી તેમના (૫૬) પટ્ટધર જિનચ`દ્રસૂરિએ કિયેાદ્વાર કર્યો હતા.
-
મંત્રી કર્માં ચંદ્ર વળાવત – બિકાનેરના રાવ કલ્યાણમલે મહામાત્ય સંગ્રામસિંહના મરણ બાદ કચદ્રને પેાતાના મંત્રી બનાવ્યા અને તેના પુત્ર રાજા રાવ રાયસિ ંહૈં (સ. ૧૬૩૮ થી ૧૬૬૮) મંત્રી ક ચંદ્રને મહામાત્ય બનાવ્યા. મત્રી કચદ્ર બુદ્ધિમાન, ચતુર અને જૈનધર્મ પ્રેમી હતા પણ ખરતરગચ્છના વિશેષ રાગી હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org