________________
ઓગણસાઈઠ 3 ભટ્ટારક વિજયસેનસૂરિ
[૨૮૩ જ ગુ. આ વિજ્યહીરસૂરિની ઘણી પ્રશંસા કરી તથા ઘણુ નવાં નવાં કવિતે તેમની પ્રશંસામાં બનાવ્યાં.
શા૦ સદારગે ખુશ થઈને કહ્યું : “દેવીપુત્ર! માંગે માંગે, જે જોઈએ તે માંગે.” દેવગુરુની કૃપાથી તમારી આશા પૂરી થશે.
અકૂ તરત જ બોલી ઊઠ્યો : “જગદગુરુ અને મહાજન મારા ઉપર ખરેખર તુષ્ટ થયા હોય તે મારે એક હાથી જોઈએ.”
શા સદારગે તરત જ એક હાથી મંગાવી તેના વડે જગદગુરુનું લૂંછણું ઉતારી તે હાથી અફ઼ ભાટને આપ્યો ત્યારે આ મંડપમાં એક જન ભોજક બેઠા હતા તે બોલી ઊઠયોઃ “ગુરુદેવના લૂંછણું ઉપર તો જન ભેજકને હક છે. તો તે હાથી મને જ મળે જોઈએ. બીજાને તે અપાય જ નહીં.”
શા. સદારગે આ વાત સ્વીકારી, તે હાથી જૈન ભેજકને આપી દીધે, અને ગુમાસ્તાને મોકલી બીજે હાથી વેચાતે મંગાવ્યો, જે અફ઼ ભાટને તુષ્ટિદાનમાં આપી દીધો.
અભિરામાબાદના શાથાનમલ જૈન ઓશવાલે પોતાના ગુમાસ્તા પાસે હાથીનો શણગાર મંગાવી તે હાથીને પહેરાવ્યા. તેણે હાથી સાથે તે શણગાર પણ અક ભાટને પ્રીતિદાનમાં આપ્યો.
અફ઼ ભાટ તે ખુશ ખુશ થઈ ગયા. તે ત્યાંથી હાથી ઉપર બેસીને નીકળ્યો ને પોતાને ગામ પોતાના ઘેર પહોંચ્યો. તેણે રસ્તામાં જગદગુરુની ઘણી પ્રશંસા કરી હતી. અકની ભાભી તો હાથી દેખી ખુશ ખુશ થઈ ગઈ. અદ્દ ભાટને હાથી મળે ને ભાભીનું મહેણું ભાંગ્યું. પણ હવે હાથીને રાખો કયાં ? અને ખવડાવવું શું? એ પ્રશ્ન ઊઠયો. અંતે તેણે ભાભીની પરવાનગી લઈ એક મોટા જાગીરદારને આ હાથી વેચી દીધું. અક ભાટને તેના બદલામાં ૦ ૦ સે રૂપિયા મળ્યા ને તેણે આ રીતે સંતોષ માન્યો.
શા સદારગે આ ઉત્સવમાં બીજા બાવન ઘડાનું દાન કર્યું અને આગરા-
દિલ્હીના પ્રદેશમાં બધા જૈનોના ઘર દીઠ બબ્બે શેર પ્રમાણ સાકર-મીઠાઈની પ્રભાવના કરી.
(– મહા 9 રવિવધન કૃત "પટ્ટાવલી સારદ્વાર ')
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org