________________
ઓગણસાઈઠ] ભટ્ટારક વિજયસેનસૂરિ
[૨૭૫ તેજપાલ ઓશવાલે જે મોટો નંદિવર્ધન જિનપ્રાસાદ બંધાવ્યો અને સેની કુંઅરજીએ અષ્ટાપદાવતાર જિનપ્રાસાદો બંધાવ્યા તે આ ઠક્કરની દેખરેખ નીચે બનાવ્યા હતા.
સેની તેજપાલ ઓશવા–ને ખંભાતનો વતની હતે. સેની વછિયાનો પુત્ર હતો તે સં ૧૬૫૦માં શંત્રુજય તીર્થમાં દોશી કર્મશાહે કરાવેલા મોટા જિનપ્રાસાદનો જીર્ણોદ્ધાર કરાવી તેને “નંદિવર્ધન જિનપ્રાસાદ” એવું નામ આપ્યું હતું. તથા સં. ૧૬૫૮માં અમદાવાદની ઝવેરીવાડમાં જગવલ્લભ પાર્શ્વનાથના પ્રતિષ્ઠા ઉત્સવમાં આ વિજયસેનસૂરિના હાથે ભ =હષભદેવની ૭૧ આગળ ઊંચી જિન પ્રતિમાની અંજનશલાકા કરાવી હતી.
સંઘવી તેજપાલની પત્ની તેજલદેએ સં. ૧૬૬૧ના વૈ૦ વ. ૭ ના રોજ ખંભાતમાં આ વિજયસેનસૂરે પાસે પોતાના સેંયરાવાળા ઘરદેરાસરની પ્રતિષ્ઠા કરાવી હતી.
સોની તેજપાલે સં ૧૯૪૬માં ખંભાતમાં ભ સુપાર્શ્વનાથ અને ભ૦ અનંતનાથની આ૦ વિજયસેનસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી.
શેઠ વજિયા–રાજિયા શ્રીમાલી–તે ગંધાર, ખંભાત અને ગોવાના વતની હતા. બંને સગા ભાઈઓ હતા. તેમણે સં. ૧૬૪૫ના જે સુ. ૧૨ ને સોમવારે ખંભાતના સાગવટપાડામાં ભ૦ ચિંતામણિ પાર્શ્વનાથનો જિનપ્રાસાદ બનાવી આ. વિજયસેનસૂરિના હાથે તેની તથા બીજી જિન પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી.
સં૧૬૪૫માં આ વિજ્યસેનસૂરિના હાથે ગંધાર બંદરમાં તીર્થની સ્થાપના થઈ.
સં. ઉદયકરણ–તે ખંભાતને વતની હતે. ધનાઢય જૈન હતો. તેણે સં. ૧૯૩૭માં ખંભાતમાં આ વિજયહીરસૂરિને ચોમાસું રાખ્યા. સં. ૧૬૩૮ ના મ0 સુ૧૩ના રોજ ખંભાતમાં પોતે બનાવેલ ચંદ્રપ્રભ જિનાલયની પ્રતિષ્ઠા કરાવી. આ વિજયહીરસૂરિ પાસે તથા સં ૧૬પર-પ૩માં ખંભાતમાં તે જ જિનાલયમાં આ૦ વિજયસેનસૂરિના હાથે જ ગુઆ વિજયહીરસૂરિની ચરણપાદુકાની પ્રતિષ્ઠા કરાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org