________________
૨૭૬ ]
જૈન પરંપરાને ઇતિહાસ
[ પ્રકરણ તેણે જ ગુ. આ૦ વિજ્યહીરસૂરિના ઉપદેશથી મારવાડ-મેવાડનાં જૈન તીર્થોને છરી પાળતો યાત્રા સંઘ કાઢ્યો હતો.
ચંપા માં અને શેઠ થાનમલજી–શેઠ રાજમલજી (રાજસિંહજી) ફત્તેહપુર સિકી પાસેના અભિરામાબાદ (ઈબ્રાહીમાબાદ)માં રહેતા હતો. ધનાઢય ઓશવાળ જૈન હતો. તેને ચંપા નામે પત્ની હતી અને થાનમલ (થાનસિંહ) નામે પુત્ર હતો. ચંપાબેન ધર્મપ્રેમી હતી. પવિત્ર જીવન ગાળતી જૈન શ્રાવિકા હતી. મેટી તપસ્વિની હતી.
તેણે બાદશાહ અકબરના દિલમાં શ્રદ્ધાને હથોડો મારી તપસ્યા રૂપી ટાંકણા વડે પાર્શ્વનાથ અને વિજયહીરસૂરિ એમ બે અક્ષરો કોતર્યા હતા. બાદશાહ આ અક્ષરોના ચમત્કારોથી ધીમે ધીમે હિંદુ (જૈન) બની ગયો હતો.
શેઠ રાજમલ અને ચંપાદેવીને થાનમલ નામે પુત્ર હતો. તેમાં ધર્મશીલ માતાના ગુણો ઊતર્યા હતા. તે માતૃભક્ત હતો. વિવેકી જૈન હતો. બાદશાહ અકબરને માનીતો હતો. બાદશાહ અકબર ગુજરાત જીતવા ગયા ત્યારે તેને સાથે લઈ ગયે હતો. તે વખતે સં. ૧૬૨૮માં અમદાવાદમાં તપાગચ્છના આ. વિજયહીરસૂરિ પાસે લોકાગચ્છના ઋષિ મેઘજી વગેરે ૧૮ યતિઓએ સંવેગી દીક્ષા સ્વકારી હતી. શેઠ થાનમલજીએ આ ઉત્સવમાં બાદશાહી વાજાં લાવી શાસનની પ્રભાવના કરી દીક્ષા–ઉત્સવ ઊજવ્યો હતો. શેઠ થાનમલ અને આગરાના જૈન સંઘે બાદશાહ અકબરની પ્રેરણાથી સં. ૧૬૩૮માં આ૦ વિજ્યહીરસૂરિને ફત્તેહપુર સિક્રી પધારવા ગંધાર વિનંતીપત્ર મોકલ્યો હતો.
આ. વિજયહીરસૂરિ ગંધારથી વિહાર કરી સાંગાનેર પધાર્યા ત્યારે શેઠ થાનમલ તેમની સામે સાંગાનેર ગયે અને ગુરુદેવને બહુ માનપૂર્વક ફત્તેહપુર સિકી લઈ આવ્યા.
બા અકબરે સં૦ ૧૬૪૦માં ફરહપુરમાં આ૦ વિહરસૂરિને જગદ્ગુરુ'ની પદવી આપી. આથી આગરા અને ફત્તેહપુરના જૈન સંઘે તે પદવીને આનંદ ઉત્સવ ઊજવ્યો. એ વેળાએ મેડતાના શા. સદારંગે એક જૈન ભેજકને દાનમાં હાથી આપ્યો. અ3 ભાટને બીજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org