________________
ઓગણસાઈઠ] ભટ્ટારક વિજયસેનસૂરિ
[૨૫૫ હરસૂરિની ચરણપાદુકાની પ્રતિષ્ઠા કરી.
અમદાવાદના શેઠ શાંતિદાસ ઝવેરી પં. શ્રી. મુક્તિસાગરગણીની કૃપાથી સુખી થયા હતા, ગુજરાતના સૂબા બન્યા હતા, તેને ૧ ભ૦ ચિંતામણિ પાર્શ્વનાથને જિનપ્રાસાદનો માટે જીર્ણોદ્ધાર કરાવી તીર્થધામ બનાવવું. ૨ પં. રાજસાગરગણીને આચાર્ય બનાવવા અને તેમના હાથે ઉક્ત નવા જિનાલયની પ્રતિષ્ઠા કરાવવી અને ૩ પ્રતિષ્ઠા ઉત્સવ અને આચાર્યપદવીના ઉત્સવો મેટા પાયે ઊજવવા – એમ ત્રણ મનોરથે હતા. તેણે આ કામે પાર પાડવા માટે સં૦ ૧૬૭૮થી સક્રિય પ્રયત્ન શરૂ કર્યો.
ભટ્ટા. વિજયદેવસૂરિએ સં. ૧૬૭લ્માં અવદાવાદમાં ૫૦ મુક્તિસાગરગણીને આચાર્ય નહીં પણ ઉપાધ્યાયની પદવી આપી. શેઠે બીજી વાર બીબીપુરમાં વિજયચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયનો મેટે જીર્ણોદ્ધાર કરાવ્યું. તેમાં એ જિનાલય વિશાળ બનાવ્યું. તેમાં ૩ શિખર, ૩ ગભારા, ૩ રંગમંડપ, ૩ ખેલામંડપો એમ ૬ મંડપ, ૩ શંગારચોકી બનાવી. ચારે બાજુએ શિખરવાળાં નાનાં બાવન જિનાલયો બનાવ્યાં, તેમાં ભેાંયરું બનાવ્યું. તેની ફરતે મોટો ગઢ બનાવ્યો, ને એ રીતે તેને તીર્થધામ બનાવ્યું. એ તીર્થધામમાં નવી મોટી જિનપ્રતિમાઓ ભરાવી. પ્રતિષ્ઠાની આમંત્રણ પત્રિકાઓ કાઢી. જન સંઘને અમદાવાદ નોતર્યો. અને સંવ ૧૬૮૨ના જે. વ. ૯ ને ગુરુવારે બાદશાહ જહાંગીર તથા બેગમ નૂરજહાંના રાજ્યમાં અમદાવાદના સિકંદરપુરના નવા જિનાલયમાં તપાગચ્છના ભટ્ટારક વિજયદેવસૂરિના ઉપાધ્યાય, મહ૦ વિવેકહર્ષગણુ અને મહ૦ મુક્તિસાગરગણીના હાથે પ્રતિષ્ઠા કરાવી. એ તીર્થધામનું નામ વિજય ચિંતામણિ પાર્શ્વનાથ રાખ્યું. આ પ્રતિષ્ઠાની પ્રશસ્તિ અને પ્રતિષ્ઠા પણ મળે છે.
આમાં પ્રતિષ્ઠા કરાવેલી ઘણી જિનપ્રતિમાઓ અમદાવાદની વાઘણપિળમાં આવેલા શ્રી. અજિતનાથ જિનાલયમાં બિરાજમાન છે.
આ જિનપ્રાસાદ અમદાવાદના સિકંદરપુરાના બીબીપુરામાં હતો. તે ઉત્તરાભિમુખ હતો. તેમાં ચિંતામણિ પાર્શ્વનાથની શ્યામ વર્ણની ભવ્ય જિનપ્રતિમા મૂળનાયક તરીકે સ્થાપના કરી હતી.
શેઠે બીજી ચાર ભવ્ય જિનપ્રતિમા બનાવી ભોંયરામાં સ્થાપન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org