SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪] જૈન પરંપરાને ઇતિહાસ [પ્રકરણ ગણીઓ બનાવી છે. પં લાભવિય ગણીએ તેનું સંશોધન કર્યું હતું. તેમના ગુરુભાઈ મહા કીતિ વિજય ગણના શિષ્ય ૫૦ કાંતિ વિજયગણીએ તેને આરસની શિલા ઉપર લખી અને શિલ્પી શ્રીધરે તેને ઉત્કીર્ણ કરી. ( – પ્રક. ૪પ, પૃ. ૭૭) ૨. અમદાવાદના શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથ તપાગચ્છના નાયક આ. વિજયસેનસૂરિએ સં૧૬૫૪ના મહા સુદિ ૫ ના રોજ અમદાવાદના અકમીપુરમાં ઘણી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી અને પિતાના પરિવારના મુનિઓને પદવીઓ પણ આપી. અને ત્યાં જ ચાતુર્માસ નિર્ગમન કર્યું. એ ચોમાસા પછી સં. ૧૬૫૫માં અમદાવાદના કૃષ્ણપુર (કાળુપુર)માં પધાર્યા ત્યારે અમદાવાદમાં બાદશાહ અકબર તરફથી કાજી હુસેન સૂબે હતો. ત્યારે શિષ્યો પૈકી કેટલાક અગ્રણે મુનિઓને સ્વપ્ન આવ્યું કે, તમે ઢીગવાવાડાની પાસેની અમુક જમીન ખેદજો. તે પુરુષેએ સૂબાને આ વાત જણાવી. તેની પરવાનગી મેળવી તે જમીન ખોદાવી. ખેદતાં ખેદતાં ત્યાંથી ચિંતામણિ પાર્શ્વનાથની કૃષ્ણ રંગની ભવ્ય જિન પ્રતિમા નીકળી આવી. આ વિજયસેનસૂરિએ ત્યાં આવી સૂબાની પરવાનગી મેળવી તે જિનપ્રતિમાને બહાર કઢાવી અને સં૦ ૧૬પપમાં અમદાવાદના સિકંદરપુરમાં પધરાવી. ગચ્છનાયકે તેનું નામ શ્રી. વિજયચિંતામણિ પાર્શ્વનાથ રાખ્યું. આચાર્યશ્રીએ સં. ૧૯૫૫માં સિકંદરપુરમાં ચાતુર્માસ કરી શ્રીસંઘને માટે જિનપ્રાસાદ બંધાવવાનો ઉપદેશ આપ્યા અને શ્રીસંઘે ત્યાં મેટા જિનપ્રાસાદ બંધાવ્યું. - આ. વિજયસેનસૂરિ સં ૧૬૫૬ના મા. સુ. ૫ ના રોજ અમદાવાદમાં સિદરપુર (બીબીપુર)માં શ્રીસંઘે બંધાવેલા ભવ્ય જિનાલયમાં શ્રી. ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી. તથા તે જ દિવસે શેઠ લહુઆ ( લવજી) મનિયા શ્રીમાલે ભરાવેલા શ્રી. શાંતિનાથના ઘરદેરાસરની, કાલીબંદરના ગાંધી કુંઅરજી નાગરે કાવમાં બનાવેલ રતિલક પ્રાસાદના મૂળનાયક ભ૦ ધર્મનાથની પ્રતિમાની અને ભ૦ ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયમાં જ ગુ. આ. વિજય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy