________________
૨૪૬] જેન પરંપરાને ઈતિહાસ
[પ્રકરણ બતાવવા માટે આ નીતિ સ્વીકારી હેય.
(૬૧) પં. વિજયસુંદરગણું–તેમનું બીજું નામ વિજયકુશળગણું પણ મળે છે. તે આ. વિજયસેનસૂરિના હસ્તદીક્ષિત શિષ્ય હતા.
પં. કનકકુશળગણીએ સં. ૧૬૫૫માં મેડતામાં પં. વિજયકુશલગણની વિનંતીથી “જ્ઞાનપંચમી કથા ” ( ગં૧પર)રચી. પં. વિનયસુંદરે તેની પહેલી પ્રતિ લખી.
(૬૨) પં. વિનયસુંદરગણું– તેમનું બીજુ નામ વિનયકુશળગણું પણ મળે છે. તે પ૦ વિજયહસના હરતદીક્ષિત શિષ્ય હતા અને ભટ્ટા. વિજયદેવસૂરિની આજ્ઞામાં હતા.
૫વિનયકુશલે સં. ૧૯પરમાં પણ વૃત્તિવાળું “મંડલપ્રકરણ” રચ્યું છે. તેનું મહ૦ લાભવિજયગણુએ સંશોધન કર્યું હતું, તેમણે સં. ૧૬પ૩માં વિજયપુરમાં “તપાગચ્છ ગુર્નાવલી” કડી : ૨૭ રચી છે. વળી સં૦ ૧૬૫૩ના વૈ૦ સુ. ૪ ને બુધવારે મેડતામાં ગાદરિયા પદમશીએ ભરાવેલી ભ૦ શાંતિનાથની પ્રતિમાની ભટ્ટા. વિજયસેનસૂરિની આજ્ઞાથી પ્રતિષ્ઠા કરી.
(પ્રાજે. લે, ભા. ૨ લે. ૪૪૧) તેમણે તે “ગુર્નાવલીમાં આ વિજ્યસેનસૂરિ સુધીના પટ્ટધરેનું વર્ણન કર્યું છે અને જણાવ્યું છે કે, અત્યારે તપાગચ્છમાં ૧ ઉપા, ધર્મસાગરગણું ૨ ઉપા૦ વિમલહર્ષગણું અને ૩ ઉપાઠ કલ્યાણ વિજયગણી એ ત્રણ ઉપાધ્યાયો છે. (કડી : ર૬)
પં. વિનયસુંદરગણીએ સં. ૧૭ર૧ને માત્ર સુ. ૧૫ના રોજ સુરતમાં સુશ્રાવિકા વરીબાઈને ભણવા માટે કવિ....... સેવકે બનાવેલ ભ૦ ઋષભદેવના ૧૩ ભનું રતવન (ગા૦ ૨૪૫)ની ૧૪ પાનાની પ્રતિ લખી છે અને સં૦ ૧૬૭૨માં આગરામાં “વિચારસપ્તતકો ની પ્રતિ લખી છે.
( –– શ્રી. પ્રશસ્તિ સંગ્રહ ભા-૨, પ્રશસ્તિ નં. ૭૧૫). તેમના શિષ્ય (૬૩) પં. શાંતિકલશગણીએ સ્તવન–સજઝાય વગેરે રચ્યાં છે. તે ઉપરથી તારવી શકાય છે કે, પં. વિનયસુંદરગણ વિજયદેવસૂરિસંઘના ભટ્ટા. વિજયપ્રભસૂરિની આજ્ઞામાં હતા.
(૬૩) પં. કીર્તિકુશલગણું–તે સં. ૧૭૯૧માં વિદ્યમાન હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org