________________
ઓગણસાઈઠ] ભટ્ટારક વિજયસેનયરિ
[૨૩૫ વાર વિનંતી કરી આથી તેણે સં. ચંદ્રપાલને જમીન ઈનામ આપ્યાનું આ પ્રમાણે લખી આપ્યું –
ચંદુ સંઘવી છે. તેના દાદાનું નામ વરજી છે. તે આગરાને વતની છે, સેવડા (શ્વેતાંબર જૈન)નો ઉપાસક છે. જેનું કપાળ પહેલું છે. ભ્રમરો પહોળી છે. આંખે ઘેરા જેવી છે. જેને રંગ કાળા જેવો છે. દાઢી મુંડેલી છે. જેના મેં પર શીતળાના ડાઘ છે. જેના બંને કાનમાં ઘણું છેદે છે. જે મધ્યમ કદને ઊંચે છે. જેની ઉંમર ૬૦ વર્ષની છે.”
તેણે ઈલાહી સન ૧૦મા વર્ષમાં રજબ મહિનાની ૨૦ મી તારીખે બાદશાહના ચરણમાં રત્નથી જડેલી વીંટી મૂકી અને ખંભાતની જમીન ઈનામ તરીકે આપવા વિનંતી કરી હતી તે મુજબ આ ફરમાન, આ રીતે આપ્યું છે –
“સંઘવી ચંદુના સદ્દગુરુ વિજયસેનસૂરિના અગ્નિસંસ્કારના સ્થાને સન્માનની યાદગીરી માટે મંદિર, મેળ, બાગ-બગીચે બનાવવા માટે અકબરપુરામાં ૧૦ વિઘા જમીન આપી હતી.
ગ્રંથે –આ. વિજયસેનસૂરિએ સં. ૧૯૫૦માં “સુમિત્રકુમારરાસ રચ્યો છે. મહોઇ મેઘવિજયગણના કથન મુજબ – આ વિજયસેનસૂરિએ કલિકાલસર્વજ્ઞ આ હેમચંદ્રસૂરિના ગ્રંથ “ગશાસ્ત્રીને પ્રથમ શ્લોક “Rા સુertif” ના ૭૦૦ અર્થ કર્યા હતા અને “સૂક્તાવલી” નામે ગ્રંથો રચ્યા છે.
આ. વિજયહીરસૂરિ અને આ. વિજયસેનસૂરિ સમર્થ વિદ્વાન હતા. જેન, જૈનેતર શાસ્ત્રોના પૂરા અભ્યાસી હતા. તેમણે રચેલ
હીરપ્રશ્ન સમુરચય” અને “સેનપ્રશ્ન રત્નાકરગ્રંથ ઉક્ત ચગ્યતાની સાક્ષી પૂરે છે. ગાગરમાં સાગર જેવા આ બંને ગ્રંથોમાં આપેલા ઉત્તરોથી તેમના જ્ઞાનની પ્રતીતિ થઈ શકે છે.
તેમના પ્રશ્નો સાધારણ રીતે ગુજરાતી ભાષામાં થયા હતા. કેમકે અમને જૂના ગ્રંથભંડારમાંથી મળેલા એક પ્રશ્નપત્રમાં આ હીરવિજયસૂરિએ ફત્તેપુરથી પોતાના શિષ્યને મારવાડમાં પ્રશ્નોત્તર લખી મોકલ્યા હતા. તેની ગુજરાતી ભાષામાં નકલ હતી. એટલે સંભવ છે કે પ્રશ્ન સંગ્રહ કરનાર વિદ્વાન મુનિવરે તે તે પ્રશ્નોત્તરને સંસ્કૃત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org