________________
૨૩૦]
જૈન પર પરાના ઇતિહાસ
[ પ્રકરણ
ગચ્છનાયકે દીવમંદરના સંઘ સાથે પાલિતાણાથી વિહાર કરી ૫૦ કાશ દૂર ઉના નગરમાં પધાર્યો.
શેઠ મેઘજી—લાડકીમાઈ—
દીવખ`દરમાં મેઘજીભાઈ નામે મેાટા શેઠ હતા, રાજમાન્ય હતા, જૈન સંઘના આગેવાન હતા. તેને લાડકીખાઈ નામે પત્ની હતી. આ બંને જગદ્ગુરુ વિજયહીરસૂરિનાં ઉપાસક હતાં.
લાડકીમાઈ ધર્મશીલ હતી. પરમ શ્રાવિકા હતી. પવિત્ર જીવનચર્ચાવાળી હતી. દીવખ`દરના ફિગી અને યવના પણ એનુ પવિત્ર જીવન જોઈ નમ્ર બની તેનાં ચરણામાં માથું ઝુકાવતા હતા. સૌને તેના પ્રતિ પૂજ્ય બુદ્ધિ હતી. બધા તેનું સમ્માન કરતા હતા.
આ॰ વિજયસેનસૂરિએ સ’૦ ૧૬૬૪માં ઉનામાં ૧ દીવની લાડકી ખાઈનાં જિનાલયાની, ૨ ઉનાની શેઠાણી અમૂલાખાઈનાં જિનાલયેાની, ૩ દીવના શેઠ કાલિદાસના જિનાલયની પ્રતિષ્ઠા કરી.
આચાર્ય શ્રીએ આ પ્રદેશમાં સ૦ ૧૬૬૪માં ઉનામાં ત્રણ, પ્રભાસપાટણમાં ત્રણ અને દેલવાડામાં ત્રણ જિનપ્રતિષ્ઠા કરી હતી.
દીવબેટમાં
ગચ્છનાયકે સ` ૧૬૬૫માં દીવખ`દરના કાજી ગુરુ કેપ્ટન કૈલાસ દીવાન અને પાદરીએ દેલવાડા આવી દીવ પધારવા વિનંતી કરવાથી ઉપા॰ નંદિવિજય ગણીને ત્યાં ત્રણ દિવસ રહેવાની આજ્ઞા આપી, દીવ માકલ્યા હતા અને તેઓને તેમણે ધર્મોપદેશ આપ્યા હતા.
પછી આચાર્યશ્રીએ દીવમ‘દરથી છ'રી પાળતા સંઘ સાથે
ગિરનારતીર્થોની યાત્રા કરી ત્યારે જૂનાગઢમાં ખાદશાહ અકબર આઝમખાનના પુત્ર ખુરમ સૌરાષ્ટ્રના સુબા હતા. તે ઉગ્ર સ્વભાવના હતા. જૂનાગઢમાં રહેતા હતા. ગચ્છનાયકે સ૦ ૧૯૬૫માં જૂનાગઢમાં ૧. આ૦ વિજયસેનસૂરિએ સૌરાષ્ટ્રમાં કરેલાં ચામાસાં અને પ્રતિષ્ઠાએની ચાક્કસ સાલવારી મળતી નથી તેથી અમે અહીં આપી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org