________________
આ ગ ણસાઈઠ ] ભટ્ટારક વિજ્યસેન્સર
[૨૨૯ આવ્યો. સંઘપતિએ અમદાવાદ આવી અમદાવાદમાં જન ઘર દીઠ એ છેકેક રૂપિયાની લહાણુ–પ્રભાવના કરી.
આ૦ વિજ્યસેનસૂરિએ સં. ૧૬૫ત્ના વૈ૦ વ૦ ને ગુરુવારે ગંધાર બંદર પધારી ઘણું જિનપ્રતિમાઓની અંજનશલાકા કરી. બીજા ઉલ્લેખ પ્રમાણે આ પ્રતિષ્ઠા સં૦ ૧૬૬રમાં થઈ હતી.
આ. વિજયસેનસૂરિએ સં. ૧૬૫નું ચાતુર્માસ અમદાવાદમાં કર્યું. અમદાવાદના જનોએ સં. ૧૬૫લ્માં એકંદરે એક લાખ મહમ્મુદ્રિકા ખરચી વિવધ ધર્મકાર્યોને લાભ લીધો હતો.
આવિજયસેનસૂરિએ સં. ૧૯૬૦માં રાધનપુરમાં ચોમાસું કર્યું. ત્યાંના સૂબા પહાડીએ આચાર્યદેવની ઘણી ભક્તિ કરી. તે વ્યાખ્યાનમાં હમેશાં આવતું હતું. જેનોએ બાર વ્રતગ્રહણ, ઉપધાન વગેરે વિવિધ ઉત્સવ કર્યા.
રાધનપુરના શ્રીસંઘે રામસેન તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આ૦ વિજયસેનસૂરિએ રાધનપુરના સંઘ સાથે રામસેનતીર્થમાં ભ૦ ઋષભદેવની યાત્રા કરી અને રાધનપુર આવી વાસણ જેટાના મેટા જિનાલયની પ્રતિષ્ઠા કરી. સૌરાષ્ટ્રમાં વિહાર–યાત્રા-પ્રતિષ્ઠાએ–
આ. વિજયસેનસૂરિ સપરિવાર સં. ૧૬૬૪માં સુરતથી વિહાર કરી સૌરાષ્ટ્રમાં પધાર્યા અને સં. ૧૬૬૪ના ચિત્ર સુ. ૧૫ના રોજ દીવબંદરના છરી પાળતા યાત્રા સંઘ સાથે શત્રુંજય તીર્થમાં પધાર્યા.
ગુજરાતના પાટણ, અમદાવાદ, ખંભાત, સુરત વગેરે શહેરોના જૈન સંઘે પણ ગચ્છનાયક યાત્રાએ પધાર્યા છે એ હિસાબે સંતુ ૧૬૬૪ના ચ૦ સુ. ૧૫ના રોજ શત્રુંજયની યાત્રાએ આવ્યા. તેમણે ગચ્છનાયકને વિનંતી કરી કે આપ સૌરાષ્ટ્રને ઉપકાર કરવા ભાવના રાખે છે. પણ અમારા ગુજરાતનું શું? તે કૃપા કરીને આ૦ વિજ્યદેવસૂરિને ગુજરાતમાં વિચરવાની આજ્ઞા આપે. ગચ્છનાયકની આજ્ઞાથી આ વિજયદેવસૂરિએ ગુજરાતના સંઘ સાથે ગુજરાત તરફ વિહાર કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org