________________
૨૨૮ ] જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ ખંભાતમાં આ ઉત્સવમાં ૭૦૦ મુનિવરો એકઠા થયા હતા. આચાર્યશ્રીએ સં. ૧૬૫૬માં ચાતુર્માસ કર્યું. તે પછી તેઓ પાટણ પધાર્યા.
આ સમયે તપાગચ્છમાં મહોધર્મસાગર ગણીની પરંપરાના મુનિવરોએ વિવિધ સ્થાનોમાં વિવિધ પ્રશ્નો ઉઠાવી ગચ્છભેદનાં કારણે આપ્યાં. સુરતના સંઘમાં પણ આ અંગે કલેશનું વાતાવરણ જખ્યું હતું.
આચાર્યશ્રીએ તેની શાંતિ માટે સં. ૧૬૫૭ના માવર અને શનિવારે પાંચ બેલને નવો પટ્ટક બનાવી બધાં ગામોમાં મોકલ્યો અને સુરત સંઘને પણ એ નવ પટ્ટક મોકલવા સાથે તેને સલાહ આપતો ભલામણપત્ર પણ મેકલ્યો હતો.
ગચ્છનાયકે સં. ૧૯૫૭માં અમદાવાદમાં ચોમાસું કર્યું. તથા શેઠ મેઘજીની ભગઇ અજિતનાથ વગેરે જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી. સં. ૧૬૫૮માં અમદાવાદમાં શેઠ શ્રીપાલ ઝવેરીએ ભરાવેલી ભ૦ પાશ્વનાથની ૬૭ આંગળી ઊંચી અને ૧૧ કણાવાળી ભગવ પાર્શ્વનાથની પ્રતિમાની શામળિયા પાર્શ્વનાથના ભંયરામાં પ્રતિષ્ઠા કરી અને તેનું નામ જગવલ્લભ પાર્શ્વનાથ રાખ્યું.
ગચ્છનાયકે આ પ્રતિષ્ઠા ઉત્સવમાં ખંભાતના સોની તેજપાલ ઓસવાલની ભ૦ ઋષભદેવની ૭૧ આગળ ઊંચી જિનપ્રતિમાની અને પાટણના સોની તેજપાલની ભ૦ સુપાર્શ્વનાથની ૪૭ આંગળ ઊંચી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી. યાત્રા સંઘ –
આ. વિજયસેનસૂરિના ઉપદેશથી અમદાવાદના શેઠ સૂરાએ સં. ૧૬૫૮માં આ. વિજયસેનસૂરિ વગેરે મુનિ પરિવાર તથા ચતુર્વિધા સંઘને સાથે લઈ અમદાવાદથી આબુ તીર્થ વગેરે તીર્થોને છરી પાળતો યાત્રાસંઘ કાઢયો હતો. તેણે રસ્તામાં દરેક ગામમાં જૈનેના ઘરદીઠ મહમ્મુદિકાની લહાણી-પ્રભાવના કરી હતી.
સંઘપતિએ આબુતીર્થને મેતી, શ્રીફળ, સોના-ચાંદીનાં પુષ્પો તથા વિવિધ ફળેથી વધાવ્ય. સંઘ આબુ, સિરોહી, રાણકપુર, નાડલાઈ, વકાણું વગેરે તીર્થોની યાત્રા કરી અમદાવાદ પા છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org