________________
ઓગણસાઈઠ ] ભટ્ટાર વિજયસેનસૂરિ
[૧૨૭ જિનપ્રાસાદની પ્રતિષ્ઠા કરાવી.
આચાર્યદેવે ત્યાંથી વિહાર કરી લાડોલ જઈ ત્ર) મહિના સુધી સૂરિમંત્રનું ધ્યાન કર્યું. અધિષ્ઠાયક દેવે પ્રસન્ન થઈ જણાવ્યું કે પં. વિદ્યાવિજયગણિવર ગચ્છનાયકપદને યેાગ્ય છે તો તેમને ગ૭નાયક બનાવવા.
આથી આચાર્યશ્રીએ સં. ૧૬૫૬માં લાડેલમાં પં. વિદ્યાવિજયગણુને ઉપાધ્યાયાપદ પ્રદાન કર્યું. તે પછી બધા ઈડર, તારંગા શંત્રુજયતીર્થ, ઉનામાં જગદગુરુના સ્તૂપની વગેરેની યાત્રા કરી ખંભાત પધાર્યા. આ. વિજયદેવસૂરિ–
ખંભાતમાં આ. વિજયસેનસૂરિએ સં. ૧૬૫૬ના વિ૦ સુ૪ ને સેમવારે મૃગશિર નક્ષત્રમાં અમૃતસિદ્ધિ અને રવિયેગમાં ખંભાતમાં શેઠ મલજીએ આમંત્રણ પત્રિકા કાઢી ઊજવેલ પદવી મહોત્સવમાં ઉપા. વિદ્યાવિજયગણીને આચાર્ય બનાવ્યા અને તેમનું નામ આ. વિજયદેવસૂરિ રાખ્યું, તથા પં૦ મેઘજી ઋષિ (૫) ઉદ્દદ્યોતવિજય)ને ઉપાધ્યાયપદ અર્પણ કર્યું.
આ ઉત્સવ સાથે ઠક્કર કાકાના ઘરદેરાસરને પ્રતિષ્ઠાઉત્સવ શરૂ થયો. આચાર્યશ્રીએ સં૦ ૧૬૫૬ના વૈ૦ સુલ ૭ને બુધવારે ખંભાતમાં ઠ૦ કીકાના ભ૦ નેમિનાથ પંચતીથી ઘરદેરાસરની પ્રતિષ્ઠા કરી, તથા શ્રી. કાનજીભાઈ મેઢ જૈનના ભ૦ પાશ્વનાથની પંચતીર્થના ઘરદેરાસરની અને કાવી બંદરના ગાંધી કુંઅરજી નાગર જૈન વગેરે ત્રણ જન ભાઈઓએ કાવી માટે ભરાવેલ ભ૦ ઋષભદેવની ચરણપાદુકાની અંજનશલાકા કરી. તથા આ જ ઉત્સવમાં સં. ૧૬૫૬ના વૈ૦ સુ૦ ૭ને બુધવારે ખંભાતમાં પં. રાજવિજય ગણીને ઉપાધ્યાય બનાવ્યા.
વળી, આચાર્યદેવે કાવી બંદરના ગાંધી કુંઅરજી નાગર જૈને પિતાની પત્ની તેજલદેના નામથી અને તેના પુત્ર કાનજીના નામથી ભ૦ ધર્મનાથનું પરિકર, ભર શાંતિનાથની જિન પ્રતિમા અને ભ૦ સંભવનાથની જિનપ્રતિમાની અંજનશલાકા કરી હતી.
(– વિજયપ્રશસ્તિ કાવ્ય, સર્ગ ૧૭, મો૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org