________________
૨૨૬ ] જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ ઉપાધ્યાયપદ અપણ કર્યું. તે દિવસે વાછા (વત્સ) ઝવેરીને ઘરદેરાસરની પ્રતિષ્ઠા કરી અને સં. ૧૬૫૪નું ચાતુર્માસ અમદાવાદમાં અકમીપુરમાં કર્યું.
વિચિંતામણિ પાર્શ્વનાથ–આ. વિજ્યસેનસૂરિ સં. ૧૬પપમાં અમદાવાદમાં કૃષ્ણપુર-કાલુપુર પધાર્યા ત્યારે અમદાવાદમાં બાદશાહ તરફથી કાટ હુસેન સૂબો હતો.
એ સમયે આચાર્યશ્રીના કેટલાક શિષ્યોને સ્વપ્ન આવ્યું કે ઢીંકવા પાડા પાસેની અમુક જમીનને દો. તે પુરુષોએ સૂબાને આ વાત જણાવી. તેની પરવાનગી મેળવી એ જમીનને ખાદવામાં આવી ત્યારે તેમાંથી ચિંતામણિ પાર્શ્વનાથની કૃષ્ણરંગની ભવ્ય જિનપ્રતિમા નીકળી આવી.
આ. વિજયસેનસૂરિએ ત્યાં આવી સં. ૧૯૫૫માં કાજીની પરવાનગી મેળવી તે પ્રતિમાને બહાર કઢાવી અને તેને સિકંદરપુરમાં પધરાવી. ગચ્છનાયકે તે પ્રતિમાનું વિજયચિંતામણિ પાર્શ્વનાથ નામ રાખ્યું.
આચાર્યશ્રીએ સં. ૧૯૫૫માં અમદાવાદના સિંકદરપુરમાં ચિમાસું કર્યું અને મેટું જિનાલય બનાવવાને ઉપદેશ કર્યો. અમદાવાદના શ્રીસંઘે ત્યાં વિશાળ જિનપ્રાસાદ બંધાવ્યો અને આ. વિજયસેનસૂરિએ સં. ૧૬પ૬ના માત્ર સુત્ર ના રોજ અમદાવાદના સિંકદરપુર (બીબીપુર)માં તે જિનપ્રાસાદની પ્રતિષ્ઠા કરી ને તેમાં શ્રી વિજયચિંતામણિ પાશ્વનાથની પ્રતિમાને બિરાજમાન કરી. ત્યાં એ જ જિનપ્રાસાદમાં આ. વિજયહીરસૂરિની ચરણપાદુકાની પ્રતિષ્ઠા કરી. તથા તે જ દિવસે શેઠ લહુઆ, (લવજી) મનિયા ચાંપાનેરી શ્રીમાલીને ભ૦ શાંતિનાથના ઘરદેરાસરની પ્રતિષ્ઠા કરી.
ગાંધી કુંઅરજી નાગર જેને કાવીબંદરમાં રત્નતિલક જિનપ્રાસાદ બંધાવ્યો તેમાં પધરાવવા માટે ભ૦ ધર્મનાથની જિનપ્રતિમાની અંજનશલાકા કરી. - આચાર્યશ્રીએ આ જ ઉત્સવમાં પં૦ નંદિવિજય ગણીને ઉપાધ્યાય પદવી આપી અને મુનિ વિદ્યાવિજય તથા મેઘજી ઋષિ (મુનિ ઉદ્યોતવિજ્ય)ને પંન્યાસપદવી આપી. તેમણે ગીતાને વાસક્ષેપ આપી કાવીબંદર મેકલી ગાંધી કુંઅરજી નાગર જેલના રતિલક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org