________________
૨૨૦ ] જૈન પરંપરાનો ઈતિહાસ
[ પ્રકરણ શાસ્ત્રોથ જય –
ખરતરગચ્છવાળાઓએ સં. ૧૬૪રના ચોમાસામાં પાટણમાં મટી સભામાં આ૦ વિજયસેનસૂરિને શાસ્ત્રાર્થ માટે લાવ્યા. મહા ધર્મસાગરગણીના “પ્રવચનપરીક્ષા” ગ્રંથ માટે આ શાસ્ત્રાર્થ
જાયો હતો. ૧૪ દિવસ સુધી શાસ્ત્રાર્થ ચાલ્યો અને આ વિજ્યસેનસૂરિએ આ શાસ્ત્રાર્થમાં જય પ્રાપ્ત કર્યો.
(- વિજય પ્રશસ્તિ કાવ્ય, સર્ગઃ ૧૦, ૦ ૩, ૪) ખરતરગચ્છવાળાઓએ પાટણમાં હાર થવાથી સં૦ ૧૬૪૩માં અમદાવાદમાં સૂબા ખાનખાનાની રાજસભામાં કલ્યાણરાજ અને રાજ્યના અધિકારી વર્ગની મદદથી મેટા ઉમરા, મેટા પંડિત
અને નગરજનોની હાજરીમાં શાસ્ત્રાર્થ માંડ્યો. આ. વિજયસેનસૂરિના શિષ્યએ કલ્યાણરાજ ખરતરનો જૈન સંઘ તથા સભાજનેને પ્રવચનપરીક્ષા બાબતનો ભ્રમ ભાંગી જય મેળવ્યો. સંઘે તે શિષ્યોને સૂબા ખાનખાનાની મદદથી તથા તેણે આપેલા વાજાગાજાના ઉત્સવથી ઉપાશ્રયમાં પ્રવેશ કરાવ્યા.
(– વિજય પ્રશસ્તિ કાવ્ય, સર્ગઃ ૧, ૦ ૫ થી ૮) આ. વિજયસેનસૂરિએ સં. ૧૬૪૩ના ફાગણ સુદિ ૧૧ના રોજ અમદાવાદમાં શ્રી. અહિવ દેવીના ઘરદેરાસરના પ્રતિષ્ઠા-મહોત્સવમાં ઈડરના શેઠ સ્થિરપાલ ઓસવાલ જૈનના ૯ વર્ષના પુત્ર વાસણને તેની માતા રૂપાદેવીની આજ્ઞા મળવાથી દીક્ષા આપી. પિતાને શિષ્ય બનાવ્યું અને તેનું નામ રાખ્યું મુનિ વિદ્યાવિજય. આચાર્યશ્રીએ તે જ દિવસે અમદાવાદમાં શ્રી. અહિવદેવીના ઘરદેરાસરની પ્રતિષ્ઠા કરી. સં૦ ૧૬૪૩ના જેઠ સુદ ૧૦ ને શુક્રવારના રોજ ગંધારમાં શેઠ ઇંદરજીના ભ૦ મહાવીર સ્વામીના ઘરદેરાસરની પ્રતિષ્ઠા કરી હતી. આચાર્યશ્રીએ સં. ૧૬૪૭માં ખંભાતમાં ચોમાસું કર્યું. જગદ્ગુરુને વંદન –
આ. વિજયસેનસૂરિ સં. ૧૬૪૪માં પિતાના મુનિ પરિવારને સાથે લઈ ખંભાતથી વિહાર કરી સિરોહી પધાર્યા. ત્યાં ફતેપુર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org