________________
ઓગણસાઈઠ ] ભટ્ટારક વિજયસેનસૂરિ
[૨૨૧ સિક્રિીથી પધારેલા જગદગુરુ આ. વિજયહીરસૂરિને વંદન કર્યું.
ખંભાતના શેઠ વજ્યિા–રાજિયા પારેખ ખંભાતથી છરી પાળતા તેમની સાથે સિરોહી ગયા હતા. તેમણે જગદ્દગુરુને વિનંતી કરી કે, આપ ખંભાત પધારો અગર આપના પટ્ટધરને મેકલો.”
આવિજયસેનસૂરિએ ગુરુ આજ્ઞાથી સિરોહીથી વિહાર કરી સં. ૧૬૪૪માં ખંભાત આવ્યા અને ચાતુર્માસ કર્યું. ખંભાતમાં ચિંતામણિ પાર્શ્વનાથ પ્રતિષ્ઠા –
આ. વિજયસેનસૂરિએ સં. ૧૬૪પના જેઠ સુદિ ૧૧ ને સેમવારે ખંભાતના સાગવટ પાડામાં શા. વજિયા-રાજિયા પારેખે બંધાવેલા જિનાલયમાં તેમણે ભરાવેલી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી. - આ પ્રતિષ્ઠામાં ૧ ભગવ્ય ચિંતામણિ પાર્શ્વનાથ ૪૧ આંગળના, ૨ ભગવ મહાવીરસ્વામી, ૩ નેજા માટે ભ૦ કષભદેવ, ૪ કાવના સર્વજિનપ્રાસાદ માટે ભ૦ મહાવીરસ્વામી, ૫ ગંધાર માટે નવપલ્લવિયા પાર્શ્વનાથ, ૬ વરડોલા માટે કહેડા પાર્શ્વનાથ, ૭ વરડોલામાં ભ૦ નેમિનાથ વગેરે જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી.૧
આ. વિજયસેનસૂરિએ સં. ૧૯૪૫માં ગંધાર જઈ નવપલવિયા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી ત્યારથી ગંધાર બંદર તીર્થ બન્યું.
સં. ૧૬૪૮માં રાધનપુરમાં જગદ્દગુરુ આ૦ શ્રી વિહીરસૂરિ અને આ૦ શ્રી વિજયસેનસૂરિ ચોમાસું રહ્યા હતા ત્યારે લાહોરથી બાદશાહ અકબરે ફરમાન લખી મેકહ્યું કે –
આપને શત્રુંજયનો પહાડ ભેટ આપવામાં આવે છે અને જનોનો શત્રુંજયને કર માફ કરવામાં આવે છે.”
હવે તમે તમારા પટ્ટધર આ. વિજયસેનસૂરિને લાહોર મોકલો.” ૧. ભ૦ ચિંતામણિ પાર્શ્વનાથના ભોંયરામાં આ૦ વિજયસેનસૂરિએ જ સં. ૧૯૫૭માં
૩૩ આંગળ પ્રમાણ ભ૦ ઋષભદેવની પ્રતિષ્ઠા કરી હતી. ૨. આ વિજયસેનસૂરિએ તે પછી સં. ૧૬૫૯ કે ૧૯૬૨માં વૈ૦ વદિ ૬ ને ગુરવારે ગંધાર બંદરમાં બીજી પણ પ્રતિષ્ઠા કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org