________________
[૨૪-A]
છે શ્રી વર્ધમાન સ્વામિને નમઃ |
સંપાદક તરફથી....
પરમ માંગલિક શ્રી જિનશાસનના પ્રતાપે જગતના સર્વજીવ કલ્યાણ માર્ગના પથિક બને એવી મંગળ ભાવના વિશ્વવત્સલ મહાપુરુષોના હવામાં સતત રમતી હોય છે.
જેના પરિણામે ક્યારેક એવા મંગળ કાર્યોના સૂત્રપાત થઈ જાય છે જેથી કે સર્વ જીવોના હિતની ભાવનાને વધુ બળ મળે છે. આજે આવા પૂનિત કાર્યને ટુંક પરિચય જિજ્ઞાસુઓને આપવાની મને તક મળે છે.
જૈનસંઘમાં અગ્રગણ્ય મોભાદાર તરીકે પ્રખ્યાત અને શ્રમણ સંઘના વિરલ તેજસ્વી તારક સમાં પૂજય શ્રી દર્શનવિજયજી મ. (ત્રિપુટી) એ શ્રમણજીવનની બધી જવાબદારીઓ અદા – કરવા સાથે જેન સંધના ગૌરવવંતા ભૂતકાળને શ્રી સંધ સમક્ષ યથાર્થ રૂપમાં રજુ કરવાના સત પ્રયત્ન રૂપે ઇતિહાસના ક્ષેત્રે ખૂબ ધાર્મિક ગહન, અધ્યયન, સંશોધન કરી જૈન સંઘના ગૌરવને કેન્દ્રમાં રાખી ઘણું ખેડાણ કર્યું,
પરિણામે જૈન સંઘને જૈન તીર્થોને ઇતિહાસ, ક્ષત્રિયકુંડ જૈન તીર્થને નકશો, જેન પરંપરાનો ઈતિહાસ ભાગ ૧-૨-૩-૪, પટ્ટાવલી સમુચ્ચય ભાગ, ૧-૨, આર્યકાલીક આલેચના, આદિ અનેક પ્રકૅરને ભેટ ધર્યા છે.
જેમાં સૌથી શ્રેષ્ઠ જેન સંધની ઉજવળ કારકીદી ભર્યા ગૌરવને ચમકાવનાર જૈન પરંપરાને ઈતિહાસ (ભાગ-૧-૨-૩) પૂજ્ય ત્રિપુટી મહારાજની અથાગ મહેનત અને ઉંડા અવેષ, સંશોધન, તેમજ ઈતિહાસની ઘણુ અપ્રસિદ્ધ માહિતીઓના સંકલનની ગજબ પ્રતિભાની શાખ પૂરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org