________________
[૨૪] પ્રાતે વીસ વર્ષના લાંબા ગાળા પછી આ જન પરંપરાનો ઈતિહાસના ચોથા ભાગને પ્રકાશિત કરવામાં હું તે માત્ર નિમિત્ત બની રહ્યો છું. જે મારા પૂજ્ય પિતાશ્રી ગુલાબચંદ દેવચંદના આશીર્વાદ રૂપ પરમ સૌભાગ્યની નિશાની માનું છું.
આવા સાહિત્યની સેવા કરવાનું સદભાગ્ય નામી-અનામી શ્રી સંઘના દરેક અંગોના સાથ અને સહકારને જ આભારી છે. તેમાં પણ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય પન્યાસ શ્રી અભયસાગરજી મહારાજ, પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી સૂર્યાસાગરજી મહારાજ, પરમ પૂજ્ય મુનિરાજ શ્રી મિત્રાનંદ સાગરજી મહારાજ, પરમ પૂજ્ય સેવાભાવિ મુનિરાજ શ્રી ભદ્રસેનવિજયજી મહારાજ આદિન તેમજ મારા રવ. પૂજ્ય પિતાશ્રી ગુલાબચંદ દેવચંદ, પંડિત મુરબી શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ, પંડિતવર્ય શ્રી અંબાલાલભાઈ પ્રેમચંદ શાહ, શ્રીયુત હર્ષદભાઈ ચંદુભાઈ લખુભાઈ ભાઈ શ્રી પંકજ હ. શાહ, ભાઈ શ્રી પ્રફુલભાઈ વગેરેના આશીર્વાદ, માર્ગદર્શન, તથા સહાયતા માટે આપેલ પ્રેરણાને આ તકે આભારી છું. આવા સાહિત્યની સેવા કરવાનું સદભાગ્ય મને પુનઃ પુનઃ મળ્યા કરે અને એ રીતે હું શુભ કાર્યોમાં નિમિત્ત બની શકું એવી શુભાભિલાષા સાથે વિરમું છું.
આ કાર્ય માટે મારાથી કોઈ પ્રત્યે અવિનય કે અસંતોષ થયો હોય, કોઈ ક્ષતિ રહી જવા પામેલ હોય તે માટે હું મિચ્છામી દુક્કડમ ઈચ્છું છું.
સુજ્ઞ વાંચક જન પરંપરાના ઈતિહાસથી પરિચિત બને એ જ શુભેચ્છા.
પ્રકાશક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org