SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૪–B] ખરેખર શ્રી ત્રિપુટી મહારાજના જીવનની આ અમર યશગાથા છે. જૈન પરંપરાને ઇતિહાસ પુસ્તકના ત્રણે ભાગે જન સંઘના ખમીરભર્યા. ઉદાત્ત, કર્તવ્યોની પરંપરા પર પ્રકાશ પાથરે છે. વર્તમાન સંધને અપૂર્વ પ્રેરણાનાં પીયૂષ પાન કરાવે તેવો છે. મારી નાની વયથી પ્રાહ્યઃ વિ. સં. ૨૦૦૦ ના ચેમાસામાં સર્વપ્રથમ પ્રભુ મહાવીરની જન્મભૂમિ ક્ષત્રિયકુંડ શાસ્ત્રસુદ્ધ સિદ્ધ છતાં કેટલાક તથાકથિત વિદ્વાનોએ ન જાણે કેમ વર્તમાન કાળના સુધારકોની વિચાર ધારાને અનુરૂપ * પ્રભુ મહાવીર વિશાલીમાં જન્મ્યા હતા ” આવી વાત પર ખુબ ભાર મુકવા લાગ્યા. એટલે મને શાસ્ત્ર–પક્ષે ચાલી આવતી વાત પર વધુ વિશ્વાસ છતા સહજ ભાવે સુધારકેની બધી દલીલે વાગ્યા બાદ આપણુ પક્ષે પ્રમાણેની તપાસમાં પૂજ્ય શ્રી દર્શનવિજયજી મ. ત્રિપુટી સાથે ખુબ પત્રવ્યવહાર થયે, ઘણું પ્રમાણે તેમના તરફથી મળ્યા. કે “ક્ષત્રિયકુંડ જ પ્રભુ મહાવીરની જન્મભૂમિ છે' તેથી મને મારી શ્રદ્ધા નિર્મળ થઈ. જો કે આના થડા વર્ષો પછી તે બધા પ્રમાણો “ક્ષત્રિયકુંડ” એ નામની પુસ્તિકામાં સંગ્રહેલ છે. એનું પ્રકાશન વિ. સં. ૨૦૦૬માં થયેલ છે. ત્યારથી પૂજ્ય શ્રી દર્શનવિજયજી મ. (ત્રિપુટી) સાથે પત્રવ્યવહારને પરિચય વધુ થયેલ. પછી વિ. સં. ૨૦૦૭ના પાલીતાણાના શ્રમણ સંમેલ વખતે ગાઢ પરિચય થયો. તેમજ આગમ વાચનાં અંગેની શ્રી સીમંધરસ્વામી અંગે અને શ્રી કાલકાચાર્ય અંગે તેઓની પાસેથી ઘણું ઐતિહાસિક, નકર, સામગ્રી મળેલ. - ત્યાર પછી મેં જૈન પરંપરાનો ઈતિહાસ ભાગ ૧, ૨-૩,નું ઘણીવાર વાંચન કર્યું. જે વાચી મને મારા જીવનમાં અહેભાવ જો, જેમાં આપણા પૂર્વ મહાપુરુષે જેનાચાર્યો, વિશિષ્ટ પ્રમાણે, વિશિષ્ટ શ્રમણીએ રાજાઓ, મંત્રીઓ, શ્રાવક, શ્રાવકાઓ, વિદ્વાની માહિતી તેમજ ગ, શાખાઓ, કુળ, મતાને ઇતિહાસ અને તીર્થો, ગુફાઓ, શિલાલેખો, ફરમાને, સ્તૂપો, મંદિર, નગરો, નગરીઓ, વાચનાઓ, ગ્રંથભંડારોની આદિ અનેક વિગતે અતિહાસિક પુરાવા સાથે આ ઈતિહાસમાં સંગ્રહ કરવામાં આવેલ છે. આવું બીજું લખાણ કેટલું છે ? એમ મેં પૂજ્ય ત્રિપુટી મને બે-ત્રણ વાર પૂછેલ, તો તેઓ એ જણાવેલ કે પાંચથી છ ભાગ થાય તેમ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy