________________
અઠ્ઠાવન ] રાજનગરને નગરશેઠ વંશ
[ ૨૧૧ (– અમદાવાદમાં ખાડિયા-ગોલવાડના જિનાલયમાં
બિરાજમાન પ્રતિમા ઉપરને લેખ.) શેઠ મનિયાએ શ્રી શત્રુંજય તીર્થનો છ'રી પાળતે યાત્રા સંઘ કાઢ્યો હતોશ્રી વિમલનાથની પ્રતિષ્ઠા કરાવી. ભટ્ટારકની પિતાને ત્યાં પધરામણી કરાવી, બધા યતિઓને પ્રતિલાલ્યા. ૮૪ ગચ્છોમાં રૂપિયાની લહાણ કરી. મેટી જિનપૂજાએ ભણાવી તથા સાતે ક્ષેત્રોને પડ્યા હતા.
ઉપાય શ્રી શિવવિજ્યજી ગણિવરના શિષ્ય પં. શીલવિજ્યજી ગણીએ સં. ૧૭૪૬માં રચેલી “તીર્થમાલા માં લખ્યું છે કે :
શેઠ મનિયાના વંશમાં ૧. લહુજી, ૨. પનજી, ૩. મનજી, ૪ શાંતિદાસ, ૫. સામકરણ અને ૬. સુરચંદ વગેરે થયા હતા.
દેશી મનિયાએ ધર્મનાં કાર્યોમાં ૭ લાખની રકમ વાપરી હતી. તેના પૌત્ર શાંતિદાસે તેનાથી પણ વધુ રકમ વાપરી હતી.
(– તીર્થમાલા) શેઠ મનિયાના શરીરે ૭૧ વર્ષની ઉંમરે રોગ થયો. તેણે વૈરાગ્ય પામી પં. મેરુવિજય ગણના હાથે તપાગચ્છના (૫૯) ભટ્ટાશ્રી વિજયસેનસૂરિ શિષ્ય (૬૦) પં. શ્રી મેરુવિજય ગણી શિષ્ય (૬૧) પં. શ્રી લાવણ્યવિજય ગણું શિષ્ય (૬૨) મુનિ શ્રી માણેકવિજય નામથી સાધુ થયા હતા. તેમનું સં. ૧૭૧૧માં અમદાવાદમાં અનશન રવીકારી આરાધના કરતાં કરતાં કાળધર્મ પામી સ્વર્ગગમન થયું હતું. તેમને મુની વિનયવિજય નામે શિષ્ય હતા.
શેઠ મનિયાને ૧. શાંતિદાસ, ૨. સેમકરણ વગેરે પુત્ર હતા. ૫. શેઠ શાંતિદાસ
-તે શેઠ મનિયાને મેટો પુત્ર હતે. “રામપુરા માતાવાદ રાજા (૨૭૨૦) નોમનાથ
नानादेशदरिद्रदीन जनतामन्नादिदानायुधैः । सत्रागाररणाङ्गणे निहतवान् दुर्भिक्ष विश्वद्विष । हाजापाटकमण्डनः स जयति श्री शान्तिदासे भटः ॥
શાંતિદાસ મનિયાભુત, કવિ આયા હૈ તેરે શરણ.”
(- વીર વંશાવલી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org