________________
૨૧૦] જૈન પરંપરાનો ઈતિહાસ
{ પ્રકરણ તેને સં. ૧૯૪૦ના અષાડ સુદિ ૧૧ ના રોજ અમદાવાદમાં જન્મ થયો હતો. તે ધર્માત્મા હતો, તેણે સાધર્મિક ભાઈઓને જમાડી પાનસોપારી આપી વસ્ત્રોની પહેરામણી આપી હતી. સાધર્મિક તથા વિશાશ્રીમાળી જ્ઞાતિમાં સૌને ખાંડ ભરેલી થાળી અને મહમ્મદી સિક્કો આપી લહાણી કરી હતી. તેણે પાંચ પવીનાં પારણાં કરાવ્યાં હતાં. અમદાવાદનાં બધાં જિનાલમાં પૂજા ભણાવી હતી અને શ્રી પાર્શ્વનાથનું નવું જિનાલય બંધાવ્યું હતું.
તેણે સં. ૧૭૦૨ના મોટા દુકાળમાં ગરીબોને સર્વ પ્રકારની સહાય કરી હતી અને દુકાળને દૂર કરવા માટે જહેમત ઉઠાવી હતી. જનતા તેને બીજે જગડુશાહ કહી બોલાવતી હતી. તેણે રત્નોની ૨૧ જિનપ્રતિમાઓ ભરાવી હતી. તથા શ્રી વિમળનાથ વગેરેની બીજી ઘણી જિનપ્રતિમાઓ ભરાવી હતી. તેમાં રફટિકની એક જિન પ્રતિમા આજે તેમના વંશજો પાસે વિદ્યમાન છે. તેણે રાણકપુર, હમીરગઢ, અચલગઢ, કુંભારિયા, મેઢેરા વગેરે સાત જૈન તીર્થોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.
તેણે પ્રતિષ્ઠિત કરાવેલી ઘણી જિન પ્રતિમાઓમાં કઈ કઈ પ્રતિમામાં કતરેલા લેખે પણ મળે છે. તે આ પ્રમાણે –
(૧) અમદાવાદના દોશી પનિયા શ્રીમાલીના પુત્ર શેઠ મનિયાએ સં. ૧૭૧૦ના જેઠ સુદિ ૬ ને ગુરુવારના રોજ ભ૦ વિમલનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી.
(– અમદાવાદના જમાલપુર દરવાજા પાસેના ટોકરશી શાહની પોળના જિનપ્રાસાદના ભેાંયરામાં મૂળનાયક ભગવાનની ડાબી બાજુની પ્રતિમા ઉપર લેખ છે. અહીં દર સાલ કાર્તિક સુદિ રન રે જ મેળે
ભરાય છે.) (૨) અમદાવાદના દોશી મનિયા શ્રીમાલી, તેની પત્ની સત્યદેવી, તેને પુત્ર દોશી મદનજી, તેની પત્ની કસ્તૂરદેવી, તેના પુત્ર દોશી દીપચંદ સં. ૧૭૧૦ના જેઠ સુદિ ૬ ને ગુરુવારે ગુરુપુષ્યાગમાં પિતાનાં માતા-પિતાના કલ્યાણ માટે “ભ૦ મહાવીરસ્વામીની પ્રતિમા ” ભરાવી, તેની ભટ્ટા. વિજ્યાનંદસૂરિની આજ્ઞાથી ભટ્ટા, વિજયરાજસૂરિએ પ્રતિષ્ઠા કરી.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org