________________
અઠ્ઠાવન ] રાજનગરને નગરશેઠ વંશ
[૨બ્દ દેશી મનિયા શ્રીમાલીને વંશ નં. ૧
(૧) શા. રંગ – તે વીશા શ્રીમાલી હતું. તેને દોશી મનિયા નામે પુત્ર હતા.
(– પ્રા. જે. લે. સં. ભા. ૨, સે. ૨૭૮) (૨) દોશી લહુઆ – તેનું બીજું નામ લવજી દોશી પણ મળે છે. તેને ચંપાઈ નામે પત્ની હતી. તે ચાંપાનેરથી આવી અમદાવાદમાં વસ્યો હતો. તેનું ગોત્ર વાલેલા હતું. તે જ્ઞાતિએ વિશા શ્રીમાલી જૈન હતો.
શેઠ લહુઆએ સં. ૧૬૫૬ના માગશર સુદિ ૫ ને ગુરુવારે અમદાવાદના સિકંદરપુરમાં શ્રી. વિજય ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા તથા ગુરુની ચરણપાદુકાની સ્થાપનાના દિવસે સિકંદરપુરમાં ભટ્ટાશ્રી વિજયસેનસૂરિના હાથે પોતાના શ્રી. શાંતિનાથના દેરાસરની પ્રતિષ્ઠા કરાવી હતી.
કાવી બંદરના ગાંધી કુંઅરજી નાગર જેને કારમાં બનાવેલા રત્નતિલક જિનપ્રાસાદ માટે શ્રી ધર્મનાથની પ્રતિમાની અંજનશલાકા કરાવી હતી તથા જગદ્ગુરુ આ૦ શ્રી વિજયસેનસૂરિની ચરણપાદુકાની પ્રતિષ્ઠા કરાવી હતી. પં. શ્રી નદિવિજય ગણીને ઉપાધ્યાયપદ, મુનિશ્રી વિદ્યાવિજય (આ. વિજયદેવસૂરિ) તથા મુનિ મેઘજી ઋષિ (મુનિ ઉદ્યોતવિજય)ને ગણપદ તથા પન્યાસપદ અપાવ્યાં હતાં.
( – પ્રક. ૫૯, પૃ૦ ૧૫) તેણે દીક્ષા લીધી હતી. તેને (૧) દોશી પન) અને (૨) દેશી સુમતિ એમ બે પુત્રો હતા.
(૩) દોશી ધનજી- તેનું બીજું નામ પનિયા પણ મળે છે. તેને ૧. હીરજી, ૨. મનજી, ૩. મદનજી, ૪. રતનજી અને ૫. ધરમજી એમ પાંચ પુત્રો હતા. આમાંને દોશી હરજી તેમને પૌત્ર હતા.
(૪) દોશી મનજી – તે દોશી મનજીને બીજો પુત્ર હતો. તેનાં બીજાં નામ મનરાજ અને માનયા પણ મળે છે. તે વખતે આ કુટુંબ શેઠ મનિયાના નામે ઓળખાતું હતું અને તે નામે વિખ્યાત હતું.
જે, ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org