SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮] જૈન પર પરાના ઇતિહાસ [ પ્રકરણ મનસુરખાંનું બીજું નામ ફૈરુદુજી પણ મળે છે. મનસુરખાંએ ઇંગ્લેંડ જઈ ‘બંગાળ, બિહાર, ઓરિસા નવાબ નાજિમ’પદ્મ ખરીદી લીધું. તેના વંશજોમાં આજે પણ એ પઢવી ચાલુ છે. જગતશેઠ ઈંદ્રચંદ્રજી અને વિષ્ણુચંદ્રજી એ બે ભાઈઓએ મજિયારા વહે ચી લીધે! અને જુદા પડયા. બ્રિટિશ સરકારે શેઠ ઇંદ્રચંદ્રજીને વિવાહ વખતે ખેલાત આપી અને પછી જગતશેઠની પઢવી આપી. આ છેલ્લા જગતશેઠ હતા. તથા મહારાજા સ્વરૂપચંદના પુત્ર શેઠ ઉદાચંદને મહારાજાની પદવી આપી. * વૃદ્ધવાણી એવી છે કે, બ્રિટિશ સરકારે શેઢ ઇંદ્રચંદ્રને જગતશેઠની પદવી આપી ત્યારે એક અબજોપતિ મુસલમાન અમીરે બ્રિટિશ સરકારને વિનતિ કરી કે, ‘મને જગતશેઠની પદવી આપેા. ’ગવન ર જનરલ શેઠ ઈંદ્રચંદ્રને ત્યાં ગયા ત્યારે શેઠે ઇંદ્રચંદ્રે તેને એક ઝવેરાતને બનેલે પલગ ભેટ કર્યાં. તેને નીલમના ત્રણ પાયા હતા. ગવર્નર જનરલ અખજાધિપતિ મુસલમાનને ત્યાં જઈ પલંગના ત્રણ પાયા બતાવી ચાથા પાયાથી માગણી કરી પણ પાયેા લાવી શકે એમ નહાતા. એટલે એ અબજાધિપતિ મુસલમાન શરમા અને મૌન બની રહ્યો. ગવર્નર જનરલે આવી ગભશ્રીમંતાઈ અને ઉદારતાથી શેઠ ઈંદ્રચદ્રને જગતશેઠની પઢવી આપી. બ્રિટિશ સરકારે તે પછી સૌને માટે જગતશેઠની પદવી આપવાનું બંધ કર્યુ” એટલે ઇંદ્રચંદ્ર છેલ્લા જગતશેઠ હતા. ૮. શેઠ ગાવિંદચંદ્ર – તે તદ્દન નિર્ધન બની ગયા હતા. બ્રિટિશ સરકારે તેને ઈ. સ. ૧૮૪૩ (વિ. સ`૦ ૧૮૮૦ )માં દર મહિનાની રૂ. ૧૨૦૦ ની આજીવિકા બાંધી આપી. તે સં॰ ૧૮૬૨ (વિ.સ.૧૯૧૯ )માં મરણ પામ્યા, એટલે બ્રિટિશ સરકારે તેની પની રાણી પ્રાણકુવરીને રૂ. ૩૦૦ ના માસિક ખરચ બાંધી આપ્યું. બ્રિટિશ સરકાર તરફથી જગતરોઠના વંશજોને આ છેલ્લુ' વર્ષાસન હતુ. ૯. શેઠ ગાપાલચંદ્રજી, શેઠ ગુલાબચંદ્રજી—બ્રિટિશ સરકારે આ સમયે જગતશેઠના વશજોનુ વર્ષાસન બંધ કરી દીધું પશુ શેઠ ગુલાબચંદ્રને રૂા. ૫૦૦૦ આપી નવા બંગલેા કરાવી આપ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy