SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ અઠ્ઠાવન] રાજનગરને નગરશેઠ વંશ [૧૮૭ જગતશેઠ ખુશાલચંદના મરણ બાદ જગશેઠનું કુટુંબ ધનથી અને ધર્મથી પણ ઘસાતું ગયું. અને મુર્શિદાબાદ નગર, નવાબવંશ, નાજિમવંશ, અને વોરન હેસ્ટીંગ વગેરે સૌનું ધીમે ધીમે પતન થયું.૧ ૬. જગતશેઠ હરખચંદજી – તે શેઠ સમીરચંદને પુત્ર હતો. બચપણથી જ જગતશેઠ ખુશાલચંદને ખોળે આવ્યો હતો. બ્રિટિશ ઈસ્ટ ઇંડિયા કંપનીએ દિલ્હી રાજ્યની લગામ હાથમાં આવતાં પદવીઓ આપવાનું પણ પોતાના હાથમાં લીધું હતું. ગવર્નર જનરલ વોરન હેસ્ટીંગે વિ.સં. ૧૮૪૪ (ઈ. સ. ૧૭૮૪) માં બ્રિટિશ સરકારને જણાવ્યા વિના શેઠ હરખચંદને ખિતાબ તથા જગતશેઠની પદવી આપી હતી. વૈરન હેસ્ટીંગ પછી લંડ કોર્નવાલીસ ઈ. સ. ૧૭૮૬ થી ૧૭૯૩ સુધી ગવર્નર જનરલ બની આવ્યા. તે વડી અદાલતને મુશદાબાદથી હઠાવી કલકત્તા લઈ ગયો. તેણે બંગાળના જમીનદારોનો નવો બંદોબસ્ત કર્યો. જમીનના હક્કો નકકી કર્યા. તેણે શરૂઆતમાં ૧૦ વર્ષ સુધી, પછી જીવન પર્યત અને છેવટે વંશવારસાને સર્વ હક્કો આપ્યા. જગત શેઠ હરખચંદ પાસે પારસનાથ પહાડની જે ઈનામી જમીન હતી તે બંદેબસ્ત કરતી વખતે તે જમીન પાલગંજ રાજ્યમાં દાખલ થઈ ગઈ હતી. જગતશેઠે તે તરફ ધ્યાન આપ્યું નહીં. જગતશેઠ હરખચંદને કંઈ સંતાન નહોતું. તેણે પુત્રની કામનાથી વૈષ્ણવધર્મમાં પ્રવેશ કર્યો છતાં તેને પુત્ર થયો નહીં. તેના વંશજ કસોટીવાળું જિનમંદિર અને કૃષ્ણમંદિરની પૂજા-ઉપાસના કરતા હતા. ૭. જગતશેઠ ઈંદ્રચંદ્રજી-નવાબ મીર કાસીમ પછી નવાબવંશમાં અનુક્રમે મીર ઝાફર, નાજિમઉદ્દીલા, સૈફ ઉદ્દોલા, મુબારક ઉદૌલા, બાબરજંગ, આલીજા, બાબાજા, હુમાયુન અને મનસુરખાં થયા હતા. ૧. વોરન હેસ્ટીંગ અહીં વાઈસરોય હો ત્યારે સિંહ, અવધની બેગમ અને રહેલખંડ વગેરે સ્થાનેથી તેણે લાંચ લીધી હતી, તથા નંદનકુમારને કાવતરું કરી મારી નાખવામાં આવ્યે હતો. તેના ઉપર ઈ. સ. ૧૮૫થી ૭ વર્ષ સુધી લડનની પાર્લામેન્ટમાં લાંચ વગેરે બાબતોને કેસ ચાલ્યો હતો. જો કે પાર્લામેન્ટે તેની વિદેશભાવનાને મહત્તા આપી મા ફી આપી પણ તેનાં કલંકો કાયમ બની રહ્યાં. તે ઈ. સ. ૧૮૧૮માં મરણ પામે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy