________________
૧૮૪] જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ મીર કાસીમે તા. ૨૦-૫-૧૭૬૩ના રોજ મુંગેરથી ગવર્નર જનરલને મીઠે જવાબ આપ્યો. પરિણામ શૂન્ય હતું. પછી શેઠ ખુશાલચંદે મીર કાસીમને મોટી રકમ આપી બંને ભાઈઓને છોડાવ્યા.
લોર્ડ ક્લાઈવ ઈસ્ટ ઇન્ડિયા કંપની તરફથી ગવર્નર જનરલ બની ભારત આવ્યો.
બાદશાહ આલમે (ત્રીજા) (ઈસ. ૧૭૫૯ થી ૧૮૦૬) વિસં. ૧૮૨૨ (તા. ર૯-૪–૧૭૬૬)ના રોજ શેઠ ખુશાલચંદને જગતશેઠની પદવી આપી અને શેઠ ઉદયચંદને મહારાજાની પદવી આપી, મહોર આપી, શિરપાવ આપ્યો અને ફરમાન લખી આપ્યું. " બાદશાહે સૈફ ઉદ્દલાને બંગાળનો નવાબ બનાવ્યો અને લોર્ડ લાઈવને બંગાળનાં બે ગામની દીવાની આપી. લૈર્ડ ક્લાઈવે મુશદાબાદમાં પિતાને દવાની માને જલસે ઊજવ્યો.
જગતશેઠે તેને પત્ર લખી પિતાની પડતી દશાને ચિતાર રજૂ કર્યો. ક્લાઈવે પ્રથમ તો તેને તુમાખીભરેલો ઉત્તર વાળ્યો હતો પણ પછી એ ૧૮ વર્ષના ખુશાલચંદને જ ઈસ્ટ ઈન્ડિયા કંપની વતી નવાબના દીવાન તરીકે નીમ્યો.
નવાબ સૈફ ઉદ્દૌલાએ આ નાની ઉંમરના ખુશાલચંદ દીવાનની સલાહથી ઈ.સ. ૧૭૬૬ થી ૧૮૦૧ સુધી રાજવ્યવસ્થા કરી હતી. જગશેઠ ખુશાલચંદ, નવાબ અને ઈસ્ટ ઇંડિયા કંપની પાસેથી લેણી રકમ ન મળવાથી મૂંઝાતો હતો, તેથી જ તે કંપનીના શરણે ગયે. લોર્ડ કલાઈવે તેને ઈસ્ટ ઇન્ડિયા કંપની તરફથી ત્રણ લાખ રૂપિયાનું વર્ષાસન બાંધી આપવાની વાત જણાવી પણ શેઠે પોતાને બાર લાખને વાર્ષિક ખર્ચ છે એમ જણાવી તે વર્ષાસન લીધું નહીં.
શેઠ ખુશાલચંદે સમેતશિખરના ઉદ્ધારનું કામ ચાલુ રાખ્યું હતું. તેની ભાવના હતી કે “૨૦ તીર્થકરોની નિર્વાણભૂમિની પાકી જાણ મેળવી પહાડની ટેકરીઓ ઉપર તે તે સ્થળે ૨૦ દેરીઓ બનાવવી.”
તેથી શેઠ ખુશાલચંદ અવારનવાર હાથી ઉપર બેસી સમેતશિખર જતા હતા પણ કંઈ નિર્ણય કરી શક્યા નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org