________________
અઠ્ઠાવન] રાજનગરને નગરશેઠ વંશ
[૧૮૧ મેઘરાજે તે કૂલ છાતીએ દબાવી, આંખે અડાડી પોતાની સાથે લીધું અને તે રસ્તે થઈ ઘેર ગયે.
પછી તે મેઘરાજ હમેશાં નાહીને પાછો વળે ત્યારે શાહજાદી તેના ઉપર ફૂલ વરસાવતી અને મેઘરાજ ફૂલને સકારી હસતો હિસતો ચાલ્યો જતો.
એક વખન શુક્રવારનો દિવસ હતો. એક વૃદ્ધાએ આવીને મેઘરાજને જણાવ્યું કે, જનાબ! તમે જેને લીલી ચૂંદડી ઓઢાડી છે તે તો આ જીવનમાં તારી જ ચૂંદડી ઓઢવાની જીદ લઈને બેઠી છે. તે મારી સાથે ચાલો અને તમારી ચૂંદડી ઓઢાડી જાઓ.
મેઘરાજ વૃદ્ધા સાથે જલહરીના રસ્તેથી શાહજાદીના મહેલમાં જઈ ઊભો રહ્યો. શાહજાદીએ તેને સાકાર કર્યો અને જણાવ્યું કે,
હું મેગલબાળા છું, ને તમારી સાથે લગ્ન કરીને તમારી દાસી બની રહેવાને ચાહું છું. અલ્લાની સાક્ષીએ પ્રતિજ્ઞા કરું છું કે તમે મારા ખાવિંદ બને એટલે મને બધુંય મળી ગયું માનીશ. જો કે તમે હિંદુ છે પણ હું તમારાં ખાનપાન, વ્યવહાર કે ધર્મની બાબતમાં કશી દખલ કરીશ નહીં, દિલ્હીની બાદશાહી મળે તો પણ તમને આજીવન છોડીશ નહીં. આ જિંદગી તમારા ચરણમાં આપું છું.”
મેઘરાજ પીગળી ગયો. તે બંને પહેલી મુલાકાતમાં જ ચિર પરિચિત જેવા અજોડ પ્રેમી બની ગયાં. પછી તે મેઘરાજ હમેશાં શાહજાદી પાસે આવવા લાગ્યો. મેઘરાજે ઈદના દિવસે શાહજાદીના આગ્રહથી ઈદની રાત મહેલમાં જ પસાર કરી.
નવાબે આ વાત જાણું એટલે બીજે દિવસે તે યુવાનને પકડી લાવવા પોતાના માણસને હુકમ કર્યો. માણસે તેને પકડવા શાહજાદીના મહેલે આવ્યા. મેઘરાજ શાહજાદીના ઈશારાથી ચેતી જઈ ઝરૂખામાંથી નદીમાં સીધે કુદકો મારી, પાણીમાં ડૂબકી દઈ, દર દર નીકળી ગયે. પકડનારા માણસો પાછા ચાલ્યા ગયા.
પણ મેઘરાજ એક દિવસ પકડાયે. તેને નવાબ સામે ઊભો રાખવામાં આવ્યો. નવાબ ભારે ગુસ્સામાં હતો. તેણે નિશ્ચય કરી લીધે કે આ યુવાનને હાથીના પગતળે હ્રદાવી નાખો. તેણે જગતશેઠને બોલાવી મેઘરાજાની બીના કહી અને પિતાને નિર્ણય પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org