________________
૧૮૦] જેન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને મીર કાસીમ વચ્ચે ગિરિયામાં યુદ્ધ થયું, તેમાં મીર કાસીમ હાર્યો. આથી મીર કાસીમે ગુસ્સે થઈ સંભ્રાંત બની જગતશેઠ, મહારાજ વગેરેને મરાવી નાખ્યા. ને શેઠના ઘરબાર, માલમિલકત અને પેઢી વગેરે લૂંટી લીધાં, મીર કાસીમ પણ સૂજા સાથેના યુદ્ધમાં હાર પામતાં ફકીર બની દિલ્હી ચાલ્યો ગયે ને ત્યાં જ મરણ પામે.
જગત શેઠ મહતાબરાયને ૧. ખુશાલચંદ, ૨. ગુલાબચંદ, ૩. સમીરચંદ અને ૪. સુખલાલ એમ ચાર પુત્રો હયાત હતા. મહારાજા સ્વરૂપચંદને ૧. ઉદયચંદ, ૨. અભયચંદ અને ૩. મિહિરચંદ એમ ત્રણ પુત્રો હતા. શેઠ સુખલાલનું બીજું નામ સુગાલચંદ પણ મળે છે.
આ સમયે નવાબ શિરાજ, મીર ઝાફર, મીર કાસીમ કે સૂજાના શાસનકાળમાં સાહસી બાબુ મેઘરાજની તથા નવાબજાદીની એક રોમાંચક ઘટના બની હતી. બાબુ મેઘરાજ –
નવાબે અને જગતશેઠના અણબનાવનાં બીજાં ગમે તે કારણો હોય પણ બાબુ મેઘરાજની ઘટના પણ તેના એક કારણરૂપે હોય.
અજિમગંજ અને મુશદાબાદના વૃદ્ધો કહે છે કે, “નવાબને રાજમહેલ નદીકિનારે હતે. નાના મહેલના ઝરૂખા નદી તરફ પડતા હતા. ઝનાનાની સ્ત્રીઓ નદીના પ્રશાંત જળ અને તેમાં સ્નાન કરતાં સ્ત્રી-પુરુષોને જોતી રહેતી.
બાબુ મેઘરાજ નામનો એક ઓશવાળ જૈન યુવાન હમેશાં નદીના રસ્તે થઈ ગંગાનદીમાં સ્નાન કરવા જતો. મેઘરાજ કસરતબાજ, દેખાવડો અને અમેઘ બાણાવલી હતો. એક દિવસે તે રોજની આદત મુજબ એ રસ્તે થઈ નાન કરવા જતો હતો ત્યારે રસ્તામાં એણે એક લીલા રંગની નવી ચૂંદડી પડેલી જોઈ. મેઘરાજે ઊંચે જોયું તો સામે ઝરૂખામાં એક ફૂટડી નવયૌવના શાહજાદી જોઈ રહી હતી.
મેઘરાજે તે ચૂંદડી બાણ ઉપર ચડાવી તેના ઝરૂખામાં પહોંચાડી દીધી. શાહજાદીએ કુરનિસ બજાવી હસીને તેના પર એક ફૂલ ફેંકયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org