SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ અઠ્ઠાવન ] રાજનગરને નગરશેઠ વંશ [ ૧૭૮ ૧૭૫૨ (જુલસી સન્ ૫, હીટ સં૦ ૧૧૬૫, વિસં. ૧૮૦૯)માં જગત શેઠ મહતાબચંદને સમેતશિખર, મધુવન, કેઠી, જયપારા નાળું, પ્રાચીન નાળું, પારસનાથ તળેટી વચ્ચેની ૩૦૧ વીઘા જમીન અને પારસનાથ પહાડ ભેટ આપ્યો. (જૈન તીર્થોને ઈતિહાસ.) જગતશેડની ભાવના હતી કે, સમેતશિખર મહાતીર્થનાં મંદિરોને જીર્ણોદ્ધાર કર. એવામાં તપગચ્છના પં. શ્રી દેવવિજયજી ગણી સમેતશિખર તીર્થની યાત્રા માટે ત્યાં પધાર્યા. તેમના ઉપદેશથી જગતશેઠે આ મહાતીર્થનો મેટા ઉદ્ધાર કરાવવાનો વિચાર કર્યો. પિતાના સાત પુત્રો તથા સમગ્ર પરિવારને તીર્થમાં તેઓ લઈ આવ્યા. સૌની સમ્મતિ સાથે મેટો ઉદ્ધાર કરવા તથા મધુવનમાં નવાં જિનાલય બંધાવવાને નિર્ણય લઈ લીધો. શેઠે આ કામ જેસલમેરની પેઢીના મુનીમ મૂળચંદજી તથા પોતાના ચેથા પુત્ર સુગાળશાને સેપ્યું અને જીર્ણોદ્ધારને આરંભ કર્યો. બાદશાહ જહાંદરનો બીજો પુત્ર બાદશાહ આલમગીર બીજે (ઈન્સ૦ ૧૭૫૪ થી ૧૭૫૯ ) જેનું બીજું નામ અબુઅલીખાન બહાદુર હતું તેણે ઈ.સ. ૧૭૫૫ (જુલસી સન્ ૨૦ હીટ સ. ૧૧૬૮, વિસં. ૧૮૧૨ના જેઠ સુદિ ૧૨ થી સં. ૧૮૨૬ના મહા સુદિ ૧૦ સુધી) પાલગંજ પારસનાથ પહાડને કરમુક્ત જાહેર કર્યો એટલે વેઠવે, લાગાન, જકાત, મૂંડકાવેરો વગેરે માફ કર્યા. જગતશેઠ વગેરે ઘણા મહિનાઓ સુધી ત્યાં રોકાયા હતા એટલે નવાબને વહેમ પડ્યો કે જગતશેઠ યાત્રાનું બહાનું કરીને બાદશાહ આલમને મળવા ગયા છે. કદાચ મારી વિરુદ્ધ કાવતરું કરી રહ્યા હોય. નવાબે આ વહેમથી જગતશેઠને તાકીદથી મુશીદાબાદ બોલાવ્યા. પણ નવાબને સાચી વાત જાણવામાં આવી ત્યારે તેમનો વહેમ નીકળી ગયા. નવાબ અને શેઠ વચ્ચે ફરી મૈત્રીસંબંધ બંધાય. મીર કાસીમ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મદદ લઈ મીર ઝાફરને હઠાવી બંગાળનો નવાબ બન્યા. હવે જગતશેઠે રાજકારણમાં ભાગ લેવાનું બંધ કર્યું અને પોતાના સાત પુત્રને રાજખટપટથી દૂર રાખવા જુદાં જુદાં શહેરોમાં સાત પેઢીઓ લાવી ત્યાં બેસાડી દીધા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy