________________
૧૭૮ ] જૈન પરંપરાને ઈતિહાસ
[પ્રકરણ અંગે અંગ્રેજો સાથે ઝઘડો ઊઠયા બાદ તે જૂના અમલદારે અને જગતશેઠ ઉપર શંકાશીલ બન્યા. સિયદ સૌકતને નવાબની સનદ મળતાં શિરાજે જગતશેઠને દોષિત ઠરાવી કેદમાં પૂર્યો અને પછીથી છેડ્યો, લોર્ડ કલાઈવે નવાબને સમજાવવા શેઠને પત્ર લખ્યો હતો. શેઠે તેને દેશાભિમાનવાળે ઉત્તર આપ્યો હતો.
જગતશેઠના માણસે કલકત્તા જઈ તા. ૯-૨–૧૭૫૭માં ઈસ્ટ ઇંડિયા કંપની અને નવાબ વચ્ચે સંધિ કરાવી, જેમાં કંપનીને જમીન ખરીદવા, ટંકશાળ ખોલવા, પિતાને સિક્કા પડાવવા વગેરેના હક્કો મળ્યા હતા.
એકવાર કંપની અને નવાબ વચ્ચે મૈત્રી થઈ અને તૂટી ગઈ. નવાબ શેઠને પજવતો હતો. નવાબ ચંચળ સ્વભાવનો હતો. જગતશેઠના મહેલમાં મીર ઝાફર, ઘસીટા બેગમ, રાજા રાજવવભ, રાજારામ નારાયણ, રાજા મહેન્દ્ર, રાજા કૃષ્ણચંદ્ર વગેરે રાજા તથા જમીનદારોની એક ગુપ્ત મંત્રણા થઈ, જેમાં સૌ પ્રથમ હિંદુ રાજા બનાવવાનો નિર્ણય થયે, પણ ઠરાવ ઊડી ગયા. રાજા કૃષ્ણચંદ્ર
મીર ઝાફરની મદદ લેવી, જરૂર પડે તે કંપનીની પણ મદદ લેવી પણ શિરાજને તો હઠાવવો જ એવો ઠરાવ મૂક્યો. એ ઠરાવ સૌએ મંજૂર કર્યો.
કલાઈવે આ જાણીને યુદ્ધની તૈયારી કરી. પરિણામે પ્લાસીનું યુદ્ધ થયું. સિરાજ ભાગી ગયે. તે દાનાશાહ નામે ફકીર બન્યો. યુક્તિથી પકડાયે અને મુર્શિદાબાદમાં તેનો વધ થયો. ઈસ ૧૭૫૭માં તેને પ્રેરણબાગમાં દફનાવવામાં આવ્યો. આ ઘટના જગતશેઠના કલંકરૂપ બની ગઈ લેખાય છે.
મીર ઝાફર નવાબે ખજાને ખાલી થવાથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પિતાની ટંકશાળમાં લાભ ન થવાથી ધનની તંગીમાં જગતશેઠ પાસેથી લખે: રૂપિયાની રકમ લીધી હતી, પરંતુ હવે તે નવાબ પણ જગતશેઠ ઉપર વહેમની નજરે જેવા લાગ્યો. જગતશેઠ અને મહારાજા સ્વરૂપચંદ હવે ધર્મનું આરાધન કરવું એ ઉદ્દેશથી સમેતશિખર તીર્થમાં જઈને રહ્યા.
બાદશાહ અહમદશાહે (ઈસ ૧૭૪૮ થી ૧૭૫૪) ઈસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org