________________
અઠ્ઠાવન] રાજનગરને નગરશેઠ વંશ
[૧૭૭ પ્રજાપ્રિય નહોતો. તેના અંતપુરમાં દોઢ હજાર સ્ત્રીઓ હતી. આ નવાબ અને જગતશેઠ વચ્ચે મત્રી જામી જ નહીં. અલીવદખાંએ નવાબ સરફને મારી નાખ્યો.
નવાબ અલીવદીખાં : –– નવાબ સરફ પછી અલીવદીખાં નવાબ બન્યો. તે સ્વભાવે મીઠે અને પ્રજાપ્રેમી હતા. જગતશેઠને તે પરમ મિત્ર હતો. તે બંગાળનો અકબર” કહેવાતો હતો.
આ સમયે બંગાળમાં આંતરવિગ્રહ ખૂબ ચાલ્યો, મરાઠા અને અફઘાને પણ ચડી આવ્યા, મરાઠા સેનાપતિ ભાસ્કરપતે દરખાન બાળ્યું, મુર્શિદાબાદ લૂંટયું. તેના મીર હબીબે મહિમપુર લૂંટયું, તેણે જગતશેઠની ગાદીમાંથી ૨ કરોડ એકસરખી આર્કટ મુદ્રાઓ લૂંટી લીધી.
આ સમયે બંગાળમાં એવી લકખ્યાતિ હતી કે, “જગત શેઠ ધારે તો ગંગાને પુલ માત્ર પોતાના રૂપિયાથી જ બાંધી શકે.” ભાસ્કરપંત ફરીથી જ્યારે લૂંટવા આવ્યો ત્યારે અલીવદીખાંએ તેને વિશ્વાસથી ફસાવી મારી નાખ્યો.
જગતશેઠ ફત્તેહચંદ ઈ.સ. ૧૭૪૪ (વિ. સં. ૧૮૬૦)માં સ્વર્ગસ્થ થયો ત્યારે અલીવદખાને ઘણું દુઃખ થયું, શેઠ ફત્તેહચંદને ૧. આનંદચંદ, ૨. મયાચંદ અને ૩. મહાચંદ એમ ત્રણ પુત્રો હતા. તે સૌ વિ. સં. ૧૮૦૦ પહેલાં સ્વર્ગવાસી થયા હતા.
૪. જગત શેઠ મહતાબચંદ – શેઠ ફત્તેહચંદને પત્ર મહતાબચંદ નામે હતો. તેણે દાદાને બધે કારભાર માથે ઉપાડી લીધો. બાદશાહ અહમદે ઈસ. ૧૭૪૮ (જુલસી સન ૧, જિ-કાદ મહિનાની તા. ૨, ૩; વિ.સં. ૧૮૦૫)ના વિશાખ સુદિમાં શાહ મહતાબચંદને શેઠની પદવી આપી ફરમાન લખી આપ્યું અને એ જ વર્ષમાં અષાડ માસમાં તેને જગતશેઠની પદવી આપી મહોર બક્ષિસ કરી અને શિરપાવ આપ્યો તેમજ ફરમાન પણ લખી આપ્યું. સ્વરૂપચંદને મહારાજાની પદવી આપી. અને તે જ દિવસે સિરાજ ઉદ્દૌલાને બંગાળનો નવાબ બનાવ્યો પણ શિરાજને કુટુંબ પરિવાર તેના વિરોધમાં હતો.
નવાબ શિરાજ અંગ્રેજોનો કટ્ટર શત્રુ હતો. કલકત્તાના કિલ્લા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org