SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ ] જૈન પરંપરાને ઇતિહાસ [પ્રકરણ દિલ્હી અને મુર્શિદાબાદ વચ્ચે સંબંધ મજબૂત થયે હતો. બાદશાહ ફરુખશિયર (ઈ.સ. ૧૭૧૩ થી ૧૭૧૯ ), મુર્શિદખાં અને શેઠ એ ત્રિપુટીમાં પ્રેમ વધતે ગયે. બાદશાહ ફરુખશિયરે નવાબના આગ્રહથી ઈ.સ. ૧૭૧૫ (જુલસી સન ૩, હી. સં. ૧૨૨૭, જિહજની તા. ૮, વિ. સં. ૧૭૭૧)માં શેઠ માણેકચંદને શેઠની પદવી આપી. મણિથી મઢેલી “શેઠ” અક્ષરોવાળી મહાર આપી અને ફરમાન લખી આપ્યું. આ દિવસથી “જગતશેઠવંશ ”ની શરૂઆત થઈ. (મે ફરમાન નં. ૨૨) નવાબને શેઠ ઉપર ઘણે વિશ્વાસ હતો. તેણે તેને ત્યાં પોતાના પાંચ કરોડ રૂપિયા રાખ્યા હતા. તે તેની સલાહ પ્રમાણે રાજવ્યવસ્થા ચલાવતો હતે. શેઠને ઈ.સ. ૧૭૨૨ (વિ. સં. ૧૭૨૮)માં રવર્ગવાસ થયે. તેને સંતાન નહોતું. તેનો સ્મૃતિસ્તંભ મહિમાપુરના મયાબાગમાં હતો, જે ગંગાના વહેણમાં તણાઈ જઈ નાશ પામ્યો. ૩. જગત શેઠ ફત્તેહચંદ– શેઠ માણેકચંદને કંઈ સંતાન નહોતું. તેણે દિલ્હીની પેઢીમાં બનારસના શેઠ ઉત્તમચંદ અને પિતાની બહેન ધનાબાઈના પુત્ર ફત્તેહચંદને મુનીમ તરીકે રાખ્યો હતો. તે બુદ્ધિમાન અને કાર્યદક્ષ હતો. મામાના ખેાળે આવ્યો હતો. બાદશાહ ફરુખશિયરે મુનીમ ફત્તેચંદ પાસેથી ઘણીવાર મોટી મોટી રકમની મદદ લીધી હતી. આથી તેણે શેઠ માણેકચંદને શેઠની પદવી આપી હતી અને બાદશાહ મહમ્મદે ઈ.સ. ૧૭૨૨ અથવા ૧૭૨૪ (જુલસી સન ૪, રજબ મહિનાની તા. ૧૨મી, વિ. સં. ૧૭૭૯ અથવા ૧૭૮૧)માં શેઠ ફત્તેચંદને જગતશેઠની પદવી આપી અને ફરમાન લખી આપ્યું ને શિરપાવ આપ્યો. બાદશાહ શેઠને નવાબ બનાવવા ચાહતો હતો પણુ જગતશેઠે તે પદ મુર્શિદકુલીને જ યોગ્ય છે એમ કહી નવાબ બનવા ઈન્કાર કરી દીધો હતો. આથી નવાબને પ્રેમ શેઠ ઉપર ખૂબ વધ્યો. નવાબને બિહારનું પણ શાસન મળ્યું. મુશિદકુલીખાં ઈ.સ. ૧૭૨પમાં મરણ પામ્યા. નવાબ સરફ – તે દરસાલ દોઢ કરોડ રૂપિયા દિલ્હી મોકલતે હતો. તેણે જગતશેઠ તથા તેના પુત્ર રાય રાયાજી આલમચંદની સલાહથી જમીનદારો અને ખેડૂતોને સુખી કર્યા. આ સમયે જગતશેઠ ધનકુબેર મનાતો હતો. નવાબ સરફ વિષયી અને લેભી હતે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy