SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ અઠ્ઠાવન] રાજનગરને નગરશેઠ વંશ [ ૧૭૫ ૨. શેઠ માણેકચંદ– તે શેઠ હીરાચંદનો સાતમો પુત્ર હતો. બંગાળની ગાદી ગૌડ, ટાંડા, રાજમહેલ અને ઢાકામાં ફરી ફરીને મુર્શિદાબાદમાં આવી. ઈસ્લામખાંએ સં. ૧૬૬૪માં ઢાકામાં એ સ્થાપના કરી હતી. પછી શાહજહાંને પુત્ર સૂજા મીર જુમલા અને સાએતખાંએ પણ ફેરવી ફેરવીને ઢાકામાં સ્થાપન કરી. એક બ્રાહ્મણનો પુત્ર પારસી પાસે દાસ તરીકે વેચાયો. પારસમાં ગયો. મુસલમાન બની મુશદકુલી જફરખાં નામ રાખી ઔરંગઝેબના સમયે દીવાન બની હિંદમાં આવ્ય, ઈસ. ૧૭૦૧ (વિ.સં. ૧૭૫૭)માં બંગાળને દીવાન બન્યો. તે અને શેઠ માણેકચંદ મિત્ર બન્યા. મુર્શિદ ઔરંગઝેબના પત્ર આજિમ ઓસમાન સૂબાના કાવતરાથી બચીને મકસુદાબાદ જઈ રહ્યો. તેણે મકસુદાબાદને મુર્શિદાબાદ નામ આપ્યું. શેઠ માણેકચંદને અહીં લાવીને વસાવ્યો. શેઠે સં૦ ૧૭૫૯માં મહિમાપુરમાં કઠી સ્થાપી. મુશિદખાં બંગાળનો દીવાન હતો. બંગાળ-ઉડિસાને નાયબ નાજીમ બન્યો અને સમ્રાટ પાસેથી ખિતાબ મેળવી નવાબ બન્યા. તેણે શેઠ પાસે સં. ૧૭૬રમાં મહિમાપુર પાસે ગંગાકિનારે ટંકશાળ ખેલાવી, તેના અધ્યક્ષ તરીકે શેઠની નિમણૂક કરી. લંડન કંપની તથા ઇગ્લિશ કંપનીએ આપસને વિરોધ છેડી ઈસ્ટ ઇડિયા કંપની સ્થાપના કરી. તેણે પણ પોતાની પ્રવૃત્તિ જમાવવા પ્રયત્ન આરંભ્યો. મુશિંદખાને રૂ. ૨૫ ૦૦–પચીસ હજાર આપી શેઠની ટંકશાળમાં પોતાની મુદ્રાઓ ઢાળવાનું શરૂ કર્યું અને સં. ૧૮૧૪માં કલકત્તામાં પોતાની સ્વતંત્ર ટંકશાળ સ્થાપી. આ પરિસ્થિતિમાં શેઠની ટંકશાળ અને સમગ્ર હિંદની બીજી ટંકશાળા બંધ પડી. શેઠની ટંકશાળમાં શાહ આલમના સિક્કાઓ ઢળ્યા. આ ટંકશાળમાં ઈ. સ. ૧૭૨૮માં રૂ. ૩૦૪૧૦૩ની આવક થઈ. મુર્શિદેખાં દર સાલ રૂા. ૧,૩,૦૦૦૦૦૦–એક કરોડ ત્રીસ લાખ દિલ્હી મોકલતો હતો. શેઠે દિલ્હીમાં દુકાન રાખી હતી. શેઠ હુંડિયામણથી આ રકમ તથા જમીનદારોની રકમ સરળતાથી મોકલી શકતો હતો. આથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy