________________
અઠ્ઠાવન] રાજનગરને નગરશેઠ વંશ
[ ૧૬૫ (૭) શેઠ વખતચંદના પુત્ર શેઠ મોતીભાઈ, તેમના પુત્ર ફતેહભાઈની ભાર્યા ઉજળીબાઈ ( અપનામ – અચરતબાઈ)ના પુત્ર શેઠ ભગુભાઈ એ શેઠ હેમાભાઈની ટૂકમાં એક દેરી બનાવી તેની પ્રતિષ્ઠા કરાવી.
(પ્ર. લે. સં. ભા૦ ૨, લેટ નં૭૧) શેઠ હેમાભાઈના પુત્ર શેઠ પ્રેમાભાઈએ શેઠ હેમાભાઈની ટૂંકમાં ભગવ શ્રી અજિતનાથ જિનપ્રાસાદ બનાવી તેની પ્રતિષ્ઠા કરાવી અને તેની દક્ષિણ દિશામાં શિલાલેખ બનાવી લગાવ્યો. નગરશેઠ હેમાભાઈએ કરેલાં પરોપકારનાં કાર્યોની નોંધ
શેઠ હેમાભાઈએ ઘણું સાર્વજનિક સખાવતે કરી છે. (૧) અમદાવાદમાં અંગ્રેજી નિશાળ. (૨) હેમાભાઈ ઇન્સ્ટીટયૂટ નામની પુસ્તકશાળા, સંગ્રહસ્થાન,
કન્યાશાળા અને હોસ્પિટલ વગેરે પ્રજા-ઉપયોગી કામો તેમની
સહાયથી થયાં છે. (૩) સં. ૧૯૦૪માં શરૂ થયેલી ગુજરાત વર્નાકયુલર સોસાયટી
(ગુજરાત વિદ્યાસભા)ને સારી મદદ આપી હતી. (૪) ગુજરાત કોલેજ માટે ૧૦૦ ૦ દશહજાર રૂપિયાનું દાન. (૫) શહેર સુધરાઈ માટે સારી જહેમત ઉઠાવી. (૬) શ્રી શત્રુંજય ઉપર સવાત્રણ લાખ રૂપિયા ખરચી ઊજમ
ફાઈની ટૂક, શ્રી નંદીશ્વરની ટૂક બંધાવી. (૭) પોતાની ટૂક સં. ૧૮૮૨માં બંધાવીને તેની પ્રતિષ્ઠા સં.
૧૮૮૬માં કરાવી. (૮) અમદાવાદથી પાલિતાણાના માર્ગ વચ્ચે આવતા પડામાં
ઘર્મશાળાઓ બંધાવી. (૯) ગાયકવાડે રાંચરડા ગામ ઈનામમાં આપ્યું તેની ઊપજમાંથી
અમુક રકમ ખોડાં ઢાર માટે કાઢી. (૧૦) સં. ૧૮૮૯ના વૈશાખ સુદિ ૧૩ ને બુધવારે જયતળેટીના
બે કાળા હાથી ઉપર, વિસામાના ચિતરા ઉપર દેરી બનાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org